News of Monday, 8th July 2024
મુકેશકુમાર એક, વિશેષતા અનેકઃ શિક્ષણના અગ્રસચિવનો જન્મદિન
રાજકોટ, ભાવનગર, અમદાવાદમાં યાદગાર ફરજ

રાજકોટઃ ગુજરાતમાં ૩ અલગ અલગ મહાનગરોમાં ૧ વખત અને અમદાવાદ મહાનગરમાં બે વખત મ્યુનિસિપલ કમિશનર બનવાનો ઇતિહાસ સર્જનારા સનદી અધિકારી શ્રી મુકેશકુમાર આજે યશસ્વી જીવનના પંચાવનમાં વર્ષમાં પ્રવેશની શુભેચ્છાથી ભીંજાઇ રહ્યા છે. (જન્મ તા.૮ જુલાઇ ૧૯૭૦).
અગ્રસચિવ શ્રી મુકેશકુમાર મુળ બિહારના વતની અને ૧૯૯૬ની બેચના આઇ.એ.એસ. કેડરના અધિકારી છે. તેમણે કાનપુર આઇ.આઇ.ટી.થી ઇલેકટ્રીકલ એન્જીનિયરીંગની પદવી મેળવી છે. ભુતકાળમાં વડોદરામાં મદદનિશ કલેકટર, ડાંગમાં જિલ્લા કલેકટર, રાજકોટ, ભાવનગર અને અમદાવાદમાં મ્યુનિસિપલ કમિશનર, મહિલા અને બાળ કલ્યાણ વિભાગમાં કમિશનર, સર્વશિક્ષા અભિયાન નિયામક, ઇન્ડેક્ષ બી-માં મેનેજીંગ ડીરેકટર શહેર વિકાસ વિભાગમાં અગ્રસચિવ વગેરે પદ પર રહી ચુકયા છે. હાલ રાજયમાં ઉચ્ચ અને ટેકનિકલ શિક્ષણના અગ્રસચિવ તરીકે કાર્યરત છે.
મો.૯૯૭૮૪ ૦૭૬૭૬ ગાંધીનગર.
(2:59 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
