<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 10th July 2024

સાહસિક અને તરવરીયા યુવાન યશપાલસિંહ જાડેજાનો આજે ૪૧મો યશસ્‍વી જન્‍મદિવસ

‘અકિલા'ના મોભી કિરીટભાઇ ગણાત્રા અને કાકાશ્રી નરેન્‍દ્રસિંહ જાડેજાના આશીર્વાદ મેળવ્‍યા : ચારેકોરથી શુભેચ્‍છા વર્ષા

રાજકોટ, તા., ૧૦: તરવરીયા અને સાહસિક યુવાન યશપાલસિંહ જયચંદ્રસિંહ જાડેજાનો આજે ૪૧મો જન્‍મદિવસ છે. પીસીસી કન્‍સ્‍ટ્રકશનના સંચાલક, શ્રમસાધના ક્રેડીટ કો.ઓ.સો.ના ચેરમેન અને નવયુગ સેવા સંગઠનના પ્રમુખ યશપાલસિંહ જાડેજાએ આજે સવારે ‘અકિલા'ના મોભી શ્રી કિરીટભાઇ ગણાત્રા અને કાકાશ્રી નરેન્‍દ્રસિંહ જાડેજાના આશીર્વાદ મેળવ્‍યા હતા. કિશોરાવસ્‍થાથી જ બહોળું મિત્ર વર્તુળ ધરાવતા સક્રિય યુવાન અને હંમેશ કોઇપણને મદદરૂપ થવાની ભાવના ધરાવતા યશપાલસિંહ નાની ઉંમરમાં સફળ બિઝનેસમેન હોવાની સાથે સેવાકિય પ્રવૃતિ પણ કરી રહયા છે. તેઓ ભોમેશ્વર પ્‍લોટમાં ગણપતિ મહોત્‍સવ શરૂ કરવામાં  પહેલેથી જ મહત્‍વનો ભાગ બની ઉભર્યા છે. આજે તેમના જન્‍મદિવસ ઉપર ચારેકોરથી શુભેચ્‍છાનો વરસાદ થઇ રહયો છે. મો.નં. ૭૮૭૮૯ ૯૯૯૯૯.

(4:33 PM IST)