<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 10th July 2024

ગોંડલ યુવા ભાજપ પ્રમુખ જીગર સાટોડિયાનો જન્‍મદીવસ

 ગોંડલ,તા.૧૦ : શહેર યુવા ભાજપ ના પ્રમુખ જીગર સાટોડીયા નો આજે જન્‍મદિવસ છે. ૧૦ જુલાઈના રોજ જન્‍મેલા જીગર સાટોડીયા ૩૩ વર્ષ પૂર્ણ કરી ૩૪માં વર્ષમાં પ્રવેશ કરી રહ્યા છે અને  હંમેશા સેવાકીય પ્રવળત્તિઓ થકી સમગ્ર ગોંડલ પંથકમાં ખુબ જ સારી નામના પ્રભુત્‍વ ધરાવે છે હંમેશા લોકોની મદદ માટે તત્‍પર કોઈપણ વ્‍યક્‍તિ ગમે ત્‍યારે સરળતાથી મળી શકે તાત્‍કાલિક કોઈપણ સામાજિક રાજકીય પ્રશ્‍નોનુ નિરાકરણ કુશળતા પૂર્વક કરે છે કોરોના કાળ દરમિયાન ઓક્‍સિજન ના બાટલા, તેમજ બેરોજગાર થયેલ મજૂરોને ભોજન વ્‍યવસ્‍થા તેમજ ૩૧ યુગલોના શાહિ સમૂહલગ્ન, રક્‍તદાનકેમ્‍પ જેવી સેવાકીય પ્રવળતિઓ સાથે રોટરી ક્‍લબ ઓફ ગોંડલ ના પ્રમુખ ઉપરાંત સરદારધામ સૌરાષ્‍ટ્ર ઝોન ના સહકન્‍વીનર ,સરદાર પટેલ સોશ્‍યિલ ગ્રૂપ ગોંડલના મહામંત્રી તરીકે સેવા આપી રહ્યા છે. નાની ઉંમર મા યુવા ઉદ્યોગપતિ  અને લેઉવા પટેલ સમાજના ઉર્જાવાન યુવા નેતા તરીકે ઉભરી આવ્‍યા છે બહોળો મિત્ર વર્તુળ ધરાવતાં જીગર સાટોડીયાને મોં.નં. ૯૮૭૯૯૩૦૮૫૧ પર શુભેચ્‍છાઓ નો વરસાદ વરસી રહ્યો છે.

(3:53 PM IST)