<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 13th July 2024

નાગરીક બેંકના પેનલ એડવોકેટ કેવિન તાડાનો આજે જન્‍મદિવસ

રાજકોટ, તા., ૧૩: યુવા ધારા શાસ્ત્રીતેમજ રાજકોટ નાગરીક બેંકના પેનલ એડવોકેટશ્રી કેવીન એચ.તાડાનો આજે જન્‍મદિવસ છે. જેમનું મુળ ગામ સડોદર, તા.જામજોધપુર, જી.જામનગરના છે. જેમણે રાજકોટ સરકારી લો કોલેજમાં એલએલબી ર૦૧૯ના વર્ષમાં અભ્‍યાસ પુર્ણ કરેલ અને રાજકોટ મુકામે રેવન્‍યુ સીવીલ ક્રિમીનલ કલેઇમ તથા કન્‍ઝયુમર ફોરમમાં ખુબ જ ટુંકાગાળામાં મહત્‍વની કામગીરી કરેલ છે. હાલ રાજકોટ ખાતે કેવીન એચ.તાડા નામની લો ફર્મ ધરાવે છે. આજરોજ તેમના જન્‍મદિવસ નિમિતે સમાજ, પરિવાર, રાજકોટ નાગરીક બેંકના હોદેદારો, મિત્ર વર્તુળ તથા વકીલો દ્વારા તેમના મો.નં. ૮૪૬૯ર ૧પ૭૦૯ ઉપર તેમજ સોશ્‍યલ મીડીયા મારફતે શુભેચ્‍છાઓનો આશીર્વાદરૂપી ધોધ વરસી રહયો છે.

(2:10 PM IST)