<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 15th July 2024

વિકાસ પબ્‍લીસીટીના સ્‍થાપક તથા વિકાસ પેન વર્લ્‍ડના પ્રણેતા મહેન્‍દ્રભાઇ મહેતાનો જન્‍મદિવસ

મોઢ વણિક જ્ઞાતિ અગ્રણી

રાજકોટઃ સુરેન્‍દ્રનગર જીલ્લાના ધ્રાંગધ્રા-કંકાવટી ગામના વતની એવા સરયુબેન તથા ઇન્‍દુભાઇ ગોરધનદાસ મહેતાના પુત્ર તા. ૧૫/૯/૧૯૬૧ના રોજ ધ્રાંગધ્રામાં જન્‍મેલા મહેન્‍દ્રભાઇ અભ્‍યાસકાર્ય દરમ્‍યાન રાજકોટમાં રહી પિતાશ્રીનો વ્‍યવસાય પેન-બોલપેનનું વેચાણ સંભાળી ૧૯૮૪માં પોતાનો સ્‍વતંત્ર વ્‍યવસાય વિકાસ પબ્‍લીસીટીના નામથી એડવર્ટાઇઝીંગ એજન્‍સીની સ્‍થાપના કરી રાજકોટ શહેરના વર્તમાન પત્રોમાં જાહેર ખબરની શરૂઆત કરી આજે વિશ્વની અનેક ભાષાઓના વર્તમાનપત્રો, મેગેઝીનો હોર્ડીંગનું કામકાજ આગળ વધારી ચોતરફ સિધ્‍ધીના શીખરો હાંસલ કરેલ તથા નવેમ્‍બર ૨૦૨૩માં વિકાસ પબ્‍લિસીટીની કોર્પોરેટ ઓફીસ આર.કે. સુપ્રિમ ૧૧૨૦-૧૧૨૧ નાના મૌવા સર્કલ પાસે, ૧૫૦ ફુટ રીંગ રોડ રાજકોટ મુકામે શુભારંભ કરેલ. તથા ૧૯૮૮માં રાજકોટ મરચન્‍ટ ફ્રેન્‍ડસ એસોસીએશન નામની સંસ્‍થાના સ્‍થાપનાથી ગત વર્ષ સુધી પ્રમુખ પદ સંભાળી રહ્યા હતા. ત્‍યારબાદ રાજકોટ મરચન્‍ટ ક્રેડીટ કો.ઓપ. સોસાયટી લી.ની સ્‍થાપના કરી અને ત્‍યારથી આજ દિવસ સુધી ચેરમેન પદ શોભાવી રહ્યા હતા.

ઉપરોકત બંને સંસ્‍થામાં સળંગ ૩૫ વર્ષ એકધારી સેવા આપી વય મર્યાદાના કારણે સ્‍વેચ્‍છાએ ગત વર્ષની સાધારણ સભામાં પદનો ત્‍યાગ કર્યો. તેમજ ૨૦૦૪ના વર્ષથી મોઢ વણિક જ્ઞાતિના કુળદેવી ‘માતંગી પાટોત્‍સવ સમીતી-રાજકોટ'ના સ્‍થાપક અને અધ્‍યક્ષપદ સંભાળે છે તેમજ અનેક નામી અનામી સંસ્‍થાઓમાં નોંધપાત્ર સેવાઓ આપી રહ્યા છે તેમના પરિવાર તથા મિત્ર-વર્તુળ દ્વારા મહેન્‍દ્રભાઇ મહેતાના મો. નં. ૯૮૨૫૨ ૧૮૧૪૩ પર શુભેચ્‍છા વર્ષા થઇ રહી છે.

(9:55 AM IST)