તા. ૨ નવેમ્બરે ર૦ર૫ વિક્રમ સંવત ર૦૮૨ કારતક સુદ – ૧૧ રવિવાર
News of Monday, 15th July 2024
જયદીપ દ્વિવેદી વ્યકિત એક, વિશેષતા અનેકઃ હેપ્પી બર્થ ડે

રાજકોટ : ગુજરાતના વહીવટી તંત્રની મહત્વની સચિવાલય કેડરમાં કારકૂન તરીકે જોડાઇને સર્વોચ્ય અધિક સચિવના પદ સુધી પહોંચેલા શ્રી જયદીપ બી. દ્વિવેદીનો આજે ૧પ જૂલાઇએ જન્મદિન છે. ૬૦ માં વર્ષના પ્રવેશ નિમિતે શુભકામના મુશળધાર વરસી રહી છે.
શ્રી જયદીપ દ્વિવેદી મહેસુલ, પંચાયત, પાણી પુરવઠા વગેરે વિભાગોમાં ફરજ બજાવી ચૂકયા છે. ચૂંટણી પંચમાં ૬ વર્ષ જેટલો તેમનો કાર્યકાળ પ્રશંસનીય રહેલ. ચૂંટણીલક્ષી કામગીરીના તેઓ બહોળા અનુભવી છે. નિવૃત્તિ પછી હાલ ગુજરાત માહિતી આયોગ (આર. ટી. ઇ.) માં સચિવ તરીકે સેવા આપી રહ્યા છે, સરકારી કર્મચારીઓ માટેના તાલીમ વર્ગના તેઓ કુશળ વકતા છે. ભીતરથી સ્વસ્થ, ભાવથી ભરપુર, સિધ્ધાંતોમાં સમતોલ, પ્રસ્તુતિમાં પારંગત એટલે શ્રી જયદીપ દ્વિવેદી. આજે તેમણે યશસ્વી જીવનના વધુ એક નૂતન વર્ષને અંતરના ઉમળકાથી આવકાર્યુ છે.
મો. ૯૯૭૮૪ ૦૮ર૪ર ગાંધીનગર
(11:39 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
