<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 17th July 2024

મનપાના પૂર્વ વિરોધપક્ષના નેતા કેયુરભાઇ મસરાણીનો જન્મદિવસ

રાજકોટઃ મહાનગરપાલિકાના પૂર્વ વિરોધપક્ષના નેતા કેયુરભાઇ મસરાણીનો આજે તા. ૧૭ જુલાઇના જન્‍મદિવસ છે. તેઓ યશસ્‍વી જીવનમાં ૪૮ માં મંગલ વર્ષમાં પ્રવેશી રહ્યા છે. અગાઉ રાજકીય પ્રવૃતિમાં કોંગ્રેસના ફરિયાદ સેલના પ્રમુખ તરીકે કામગીરી કરેલ ત્‍યારબાદ તેઓ યુથ કોંગ્રેસના મહામંત્રી તરીકે ફરજ બજાવી છે તેમજ શહેર કોંગ્રેસના મહામંત્રી અને નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના સભ્‍ય રહી ચુક્‍યા છે. અને તેઓ વોર્ડ નં. ૮ના સફળ કોર્પોરેટર બન્‍યા છે. અને વિરોધપક્ષના નેતા તરીકે જવાબદારી નિભાવેલ છે.આજે તેમના જન્‍મદિવસે (મો. ૯૮૨૫૩ ૯૯૩૦૨) ઉપર શુભેચ્‍છાઓ પાઠવવામાં આવી છે

(2:59 PM IST)