<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 18th July 2024

મહિલા એડવોકેટ ચાંદનીબેન પુજારાનો આજે જન્‍મ દિવસ

રાજકોટ તા. ૧૮: રાજકોટના યુવા એડવોકેટ શ્રી ચાંદની વી. પુજારાને જન્‍મ દિવસની શુભેચ્‍છા આજરોજ મળી રહી છે.

રાજકોટના યુવા એડવોકેટ ચાંદની વી. પુજારાએ રાજકોટ ખાતે સને-ર૦૧૬ થી એડવોકેટ એન્‍ડ નોટરી શ્રી હરેશ બી. પરસોંડા સાથે વકીલાતની શરૂઆત કરેલી અને હાલમાં તેઓ પરસોંડા એસોસીએટ સાથે સંકળાયેલા છે અને તેઓએ પોતાના સારા-સ્‍વભાવથી વકીલ મિત્રોમાં ખુબજ સારી ચાહના મેળવેલ છે અને કાયદાકીય રીતે યુવા એડવોકેટ એ નેગોશીએબલ તથા ફેમીલી તથા રેવન્‍યુ પ્રેકટીસ તથા ઇન્‍કમટેક્ષ પ્રેકટીસમાં ખુબ સારી પ્રગતી કરેલ છે. તેઓની ખંત અને મહેનત થકી યુવા એડવોકેટ તરીકે સારી નામના પ્રાપ્‍ત કરેલી છે ખાસ કરીને પોતાના સમાજમાં એક સારા યુવા એડવોકેટ તરીકે ખુબજ ટુકા સમયની વકીલાતમાં પોતાની આગવી છાપ ઉભી કરેલ છે. તેમજ ભારતીય જનતા પાર્ટીના વોર્ડ નં.૧૪ના મહિલા મોરચાના પ્રમુખ તરીકે ફરજ બજાવે છે. તેમજ રાજકોટ મહીલા બારમાં કારોબારી સભ્‍ય તરીકે ફરજ બજાવતા હોય જેથી રાજકોટ બાર એસોસીએશન તથા મહીલા બાર એસોસીએશનના તમામ વકીલ મિત્રો સાથે ખુબજ મળતાવળો સ્‍વભાવના કારણે બહોળો મિત્ર વર્ગ ધરાવે છે. આમ તેઓના મળતાવળા સ્‍વભાવના કારણે વકિલ મિત્રોમાં ખુબજ સારી ચાહના ધરાવે છે. આજ રોજ તેમનો જન્‍મ દિવસ હોવાથી વકીલ મિત્રો તથા સમાજના આગેવાનો તથા કુટુંબીજનો તરફથી તેમના મોબાઇલ નં. ૮૮૪૯૧ ૩૭૩રર ઉપર શુભેચ્‍છા પાઠવવામાં આવેલ છે.

(3:51 PM IST)