News of Monday, 22nd July 2024
જસદણ નિઃસ્વાર્થ સેવા ચેરીટેબલ ટ્રસ્ટના પ્રમુખ મેહુલભાઇ સંઘવીનો જન્મદિવસ

(ધર્મેશ કલ્યાણી દ્વારા) જસદણઃ નિઃસ્વાર્થ સેવા ચેરીટેબલ ટ્રસ્ટ જસદણના પ્રમુખ અને યુવા વેપારી અગ્રણી મેહુલભાઈ શરદભાઈ સંઘવીનો આજે ૫૦મો જન્મદિવસ છે.
બહોળો મિત્ર વર્તુળ ધરાવતા મેહુલભાઈએ ૧૯૯૨થી રાજકીય ક્ષેત્રે જાહેર જીવનની શરૂઆત કરી યુવા લડાયક નેતા તરીકે અગ્રેસર રહી શહેરના વેપારીઓ અને શહેરીજનો તેમજ ગરીબ દર્દીઓ અને જરૂરિયાત મંદ પરિવારોને મદદરૂપ થવા માટેના સેવાકાર્ય ક્ષેત્રે સક્રિયતા દાખવી સારી એવી લોકચાહના હાંસલ કરી છે રાજકીય કારકીર્દીને અલવીદા કરી કોરોના મહામારીમાં કોરોનાગ્રસ્ત દર્દીઓને તેમજ જરૂરીયાત મંદ પરિવારોને નિઃસ્વાર્થ ભાવે મદદરૂપ થવાના દ્રઢ સંકલ્પ સાથે સાડાચાર વર્ષ પૂર્વે નિઃસ્વાર્થ સેવા ચેરીટેબલ ટ્રસ્ટ જસદણ (નિઃસ્વાર્થ સેવા સમિતિ) ની સ્થાપના કરી લોકડાઉન એકના પ્રથમ દિવસથી પ્રગટાવેલી સેવાયજ્ઞની ઝળહળતી જયોત આજે પણ અવિરતપણે પ્રજવલિત રહી છે.
મેહુલભાઈ સંઘવીને માનવાધિકાર નિગરાની સમિતિ દ્રારા અમદાવાદ ખાતે રાજય કક્ષાના ‘માનવ પ્રતિભા એવોર્ડ' અને પાંચાળ વિકાસ બોર્ડ એવમ પાંચાળ વિકાસ સમિતિ દ્રારા ચોટીલા તાલુકાના પ્રસિદ્ધ લોમેવધામ ધજાળા ખાતે ‘પાંચાળ ગૌરવ એવોર્ડ' તેમજ ઈન્ટર નેશનલ જૈન પેગામ ફાઉન્ડેશન રાજકોટ દ્વારા ‘સ્ટાર ઓફ સૌરાષ્ટ્ર એવોર્ડ' અને સમસ્ત મહાજન રાજકોટ દ્વારા ‘જીવદયા એવોર્ડ' થી સન્માનિત કરવામાં આવ્યા હતા તેમજ સ્થાનિક વહીવટી તંત્ર અને વિવિધ રાજકીય અને સામાજીક સંસ્થાઓ દ્વારા પણ વિશિષ્ટ સેવા સ્નમાન પત્રો અર્પી નિડર યોદ્ધા તરીકે મેહુલભાઈ સંઘવીના નિઃસ્વાર્થ સેવાકાર્યને બિરદાવ્યા હતા.ᅠ મો. નં.૮૦૦૦૦ ૯૮૯૦૦ અને ૯૪૨૭૨ ૩૮૮૮૦ ઉપર શુભેચ્છાઓનો વરસાદ વરસી રહ્યો છે.
(11:01 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
