News of Monday, 22nd July 2024
રાજકોટના યુવા એડવોકેટ એ.ટી. જાડેજાનો આજે જન્મદિવસ

રાજકોટઃ યુવા એડવોકેટ શ્રી એ.ટી.જાડેજા નો આજે જન્મદિવસ છે સને-૨૦૦૫ થી રાજકોટ મુકામે વકિલાતની પ્રેકટીસ કરે છે. અને તેઓએ પોતાના સારા સ્વભાવથી વકિલ મિત્રોમાં ખુબજ સારી ચાહના મેળવેલ છે. અને કાયદાકીય રીતે યુવા એડવોકેટએ વાહન અકસ્માત વળતર અંગેના કેસો, ફોજદારી કેસો તથા નોગોસીયેબલ વિગેરે પ્રેકટીસમાં ખુબ સારી પ્રગતિ કરેલ છે. તેઓ મહેનત થકી યુવા એડવોકેટ તરીકે સારી નામના પ્રાપ્તકરેલી છે. તેમજ વકિલાતમાં આગવી છાપ ઉભી કરેલ છે. ભારત સરકાર દ્વારા ૨૦૧૬ માં નોટરી તરીકે નીમણુક થયેલ હતી. તેમજ રાજકોટ ડીસ્ટ્રીકટ નોટરી એસોસીયેશનના ઉપપ્રમુખ તરીકે તેઓ ફરજ બજાવે છે. વકિલ મિત્રો તથા સમાજના આગેવાનો,કુટુંબજનો તરફથી તેમના મો. ૯૯૨૪૦ ૩૬૫૯૭ ઉપર શુભેચ્છા પાઠવામાં આવેલ છે.
(11:33 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
