News of Wednesday, 24th July 2024
રજવાડી કલમનાં લેખક અને ઇતિહાસ મર્મી કીશોરસિંહ જાડેજા નો જન્મદિવસ

(જીતેન્દ્ર આચાર્ય દ્વારા) ગોંડલ તા. ર૪ :.. આજે કોટડાસાંગાણી તાલુકાના નાનાવડીયા ગામના પૂર્વ સરપંચ, ઈતિહાસપ્રેમી, લેખકશ્રી કિશોરસિંહ એમ જાડેજાનો આજે જન્મદિવસ છે. તેઓ આજે ૭૬મા વર્ષમાં મંગળ પ્રવેશ કરે છે. સમાજમાં અગ્રણી વડીલ તરીકેની નામના ધરાવતા કિશોરસિંહ લેખક પણ છે, તેઓએ ૨૧ જેટલા ઐતિહાસિક વિષયોને લગતા પુસ્તકો પ્રકાશિત કયા છે. જેમાં રંગ કસુંબલ રજવાડી લગ્નના રીતરીવાજો અને લગ્નગીતો નારી રત્ન જનકબા જાડેજા-બંધીયાની સંઘર્ષગાથા વગેરે નોંધપાત્ર છે. હાલ તેઓ ગોંડલના મહારાજાશ્રી હિમાંશુસિંહજીના ઙ્કરાજતિલક મહોત્સવ વિશે પુસ્તક લખી રહ્યાં છે.
વિવિધ સેવાકિય ધાર્મિક, સામાજિક પ્રવળતિ સાથે જોડાયેલા તેઓએ કોટડાસાંગાણીમાં કોલેજ માટેની મંજૂરી મેળવવામાં તથા કોલેજ ઈમારતને પ્રજાવત્સલ ગૌપ્રેમી રાજવીશ્રી મુળવાજીબાપુનુ નામાભિધાન કરાવવામાં તેઓના પ્રયત્ન અને ભૂમિકા મહત્વની રહી છે. સામાજિક, ધાર્મિક કાર્યોમાં ઉપરાંત વ્યસનમુકિત, સ્વચ્છતા અભિયાન, વળક્ષોઉછેર, પાણી સંચય અને જાગો ગ્રાહક જાગો એવા ક્ષેત્રે જાગળત છે.
(11:51 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
