News of Tuesday, 30th July 2024
હર્ષદ વોરાની ફરજનિષ્ઠા ઠસોઠસ, ટકે વરસોવરસઃ સાબરકાંઠાના D.D.O.નો જન્મદિન
રાજકોટ, અમદાવાદ, મહેસાણાના પૂર્વ અધિક કલેકટર પર શુભેચ્છાવર્ષા

રાજકોટ : સાબરકાંઠાના જિલ્લા વિકાસ અધિકારી તરીકે ફરજ બજાવતા ભાવ અને પ્રભાવથી ભરપુર શ્રી હર્ષદ એમ. વોરા માટે આજે વિશેષ યાદગાર દિવસ છે. તેમનો જન્મ ૧૯૬૯ વર્ષની ૩૦ જુલાઇએ થયેલ. આજે ગૌરવવંતા જીવનના છપ્પનમાં વર્ષની ડોરબેલ વગાડી છે. તેઓ મૂળ પાલનપુરના વતની અને ર૦૧૪ની બેચના આઇ. એ. એસ. કેડરના અધિકારી છે. શ્રી હર્ષદ વોરા અગાઉ કચ્છમાં આર. ટી. ઓ. માં મુખ્ય અધિકારી અને કાર્યકારી જિલ્લા પુરવઠા અધિકારી, વીરમગામ, પાટણ અને ગોધરામાં પ્રાંત અધિકારી, રાજકોટ, મહેસાણા અને અમદાવાદમાં નિવાસી અધિક કલેકટર ગુજરાતના વાહન વ્યવહાર કમિશનર કચેરીમાં ખાસ ફરજ પરના અધિકારી વગેરે સ્થાનો સાંભળી ચૂકયા છે. વહીવટી તંત્રમાં નિષ્ઠાવાન અને પ્રતિષ્ઠાવાન અધિકારી તરીકે જાણીતા છે.
ફોન નં. ૦ર૭૭ર - ર૪ર૩પ૦ મો. ૯૯૭૮૪ ૦૬ર૪૬ હિમતનગર
(3:24 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
