<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 31st July 2024

વાંકાનેરના યુવા ઉદ્યોગપતિ-જસદણ ગ્રુપના એમ.ડી. પ્રજ્ઞેશભાઇ બી. પટેલનો કાલે જન્‍મ દિવસ, પંચવિધ કાર્યક્રમ

(લિતેશ ચંદારાણા દ્વારા) વાંકાનેર તા. ૩૧ :.. યુવા ઉદ્યોગપતિ, જસદણ સિરામીક ગ્રુપના એમ. ડી., મંત્રીશ્રી-મોરબી જીલ્લા ભાજપ પ્રમુખશ્રી વાંકાનેર ચેમ્‍બર ઓફ કોમર્સ એન્‍ડ ઇન્‍ડસ્‍ટ્રીઝ, મંત્રીશ્રી, વાંકાનેર જી.આઇ.ડી.સી. એસોસીએશન, ટ્રસ્‍ટીશ્રી વાંકાનેર એજયુકેશન સોસાયટી, પ્રમુખશ્રી પાટીદાર સેવા સમાજ વાંકાનેર, ટ્રસ્‍ટીશ્રી, ઉમિયાધામ સિદસર, ઝોન ચેર પર્સન-લાયન્‍સ કલબ ઇન્‍ટરનેશનલ ૩ર૩ર-જે. ટ્રેઝરર વાંકાનેર પાંજરાપોળ તથા ગૌશાળા, ટ્રસ્‍ટી શ્રી ગાયત્રી શકિતપીઠ-વાંકાનેર, સભ્‍યશ્રી રોગી-કલ્‍યાણ સમિતિ - આઇ. ટી. આઇ. વાંકાનેર, શ્રી ફળેશ્વર સેવા સમિતિ, શ્રી વાંકાનેર મુકિતધામ તથા વાંકાનેર પંથકની સામાજિક, શૈક્ષણીક, ધાર્મિક તથા જાહેર જીવનની સંસ્‍થાઓ સાથે જોડાયેલ તેમજ સભ્‍યશ્રી સમર્પણ ચેરીટેબલ ટ્રસ્‍ટ રાજકોટ તથા સભ્‍યશ્રી સરગમ-કલબ-રાજકોટ, એવા અદના અનન્‍ય સમાજ સેવકશ્રી પ્રજ્ઞેશભાઇ બી. પટેલના તા. ૧ ને ગુરૂવારના જન્‍મ દિવસના રોજ પંચવિધ કાર્યક્રમોનું આયોજન રાખવામાં આવેલ છે.

જેમાં મુખ્‍યત્‍વે બ્‍લડ ડોનેશન કેમ્‍પ તથા વૃક્ષારોપણ, શાકભાજી, બીયારણ તથા વૃક્ષારોપા વિતરણ, કર્મચારીઓને અંત્‍યોદય શ્રમિક સુરક્ષા યોજના હેઠળ વિમાનો લાભ - મનોદિવ્‍યાંગ બાળકોને મિષ્‍ટ ભોજન જેવા વિવિધ કાર્યક્રમો દ્વારા જન્‍મ દિવસની ઉજવણી કરવામાં આવનાર છે.

(11:36 AM IST)