<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 2nd August 2024

રાષ્‍ટ્રીય પ્રવાસી મંચના પ્રદેશ મહિલા પ્રમુખ લક્ષ્મીબેન મિશ્રાનો આવતીકાલે જન્‍મદિન

હનુમાનધારા પાસેની ગૌશાળામાં સંગીત સંધ્‍યા

રાજકોટ તા. ૨ : રાષ્‍ટ્રીય પ્રવાસી મંચના મહિલા પ્રદેશ પ્રમુખ તેમજ ભાષા ભાષી સેલના મહિલા અધ્‍યક્ષ લક્ષ્મીબેન મિશ્રાનો કાલે તા. ૪ ના જન્‍મ દિવસ છે. મધ્‍યપ્રદેશ નજીકના ગોરખપુરના વતની લક્ષ્મીબેન વર્ષોથી રાજકોટ સ્‍થાયી થયા છે અને બ્રહ્મસમાજ સહીત સમાજ વિકાસના કાર્યોમાં મોખરે રહે છે. નારી શક્‍તિ સેવાકીય સંસ્‍થાના પ્રમુખ તરીકે પણ સેવા આપી રહ્યા છે. કાલે તેઓ યશસ્‍વી જીવનના ૪૪ માં વર્ષમાં પ્રવેશ કરશે. આ નિમિતે કાલે રવિવારે હનુમાનધારા રોડ, ગુરૂ દત્તાત્રેય ગૌશાળા, રંગપરના પાટીયા પાસે, જામનગર રોડ ખાતે સંગીત સંધ્‍યાનો કાર્યક્રમ રાખેલ છે. તેમના મો.૯૬૨૪૬ ૧૯૬૭૯ છે.

(4:24 PM IST)