તા. ૨૩ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૧૪ સોમવાર
News of Monday, 5th August 2024
વાંકાનેરના યુવા કોંગ્રેસ પ્રમુખ આબીદ ગઢવારાનો જન્મદિન

વાંકાનેર, તા., ૫ : વાંકાનેર તાલુકાના લીંબાળા ગામે ખેડુત પરીવારમાં જન્મેલ અને ખેતી અને જમીન લે-વેચના ધંધા સાથે સંકળાયેલ. યુવા કોંગ્રેસના કાર્યકરથી કામગીરી કરી વાંકાનેર યુવા કોંગ્રેસના પ્રમુખ તરીકે છેલ્લા ૧૦ વર્ષથી કામગીરી કરનાર આબીદ ગઢવારાનો આજે જન્મદિન છે.
આબીદ ગઢવારા વાંકાનેરના રાજકારણમાં પીરઝાદા પરીવારના વફાદાર અને લડાયક સાથી છે. આબીદ ગઢવારા રાજકારણની સાથે સામાજીક કાર્યક્રમ નિસ્વાર્થ કરે અને આરોગ્યલક્ષી કામોમાં રકતદાન કેમ્પ, વૃક્ષારોપણ કાર્યક્રમો કરતા હોય છે. આજે ર૯ માં વર્ષમાં પ્રવેશ કરતા મો. ૯૭૧૪૮ ૯૯૩પ૭ ઉપર શુભેચ્છાવર્ષા થઇ રહી છે.
(12:13 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
