<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 5th August 2024

શુભત્‍વથી શોભતા સેવાવ્રતી તેજસ ભટ્ટીનો જન્‍મદિન

રાજકોટઃ ‘‘કર્મનિષ્ઠ કાર્યકર તરીકે સૌના સાથી અને મિત્રોના મદદગાર બની અડીખમ યોદ્ધા તરીકે સદાય અગ્રેસર રહેતા શ્રી તેજસ ભટ્ટી જન્‍મદિનની શુભેચ્‍છાથી ભીંજાઇ રહયા છે.

સંઘ અને વિદ્યાર્થી પરિષદ ની વિચારધારા ના ગુણો સાથે સાચા કાર્યકર બની સૌની સાથે હળી મળી આગવી કાર્યશૈલીના વાહક બની સૌને સતત સાથે લઈ પક્ષના નિષ્ઠાવાન કાર્યકર બનવાનો અનેરો લાભ બાળપણથી જ મળેલા સંસ્‍કારો એ અપાવ્‍યો છે. સરકાર હોય કે સંગઠન તમામ ક્ષેત્રે પોતાના વિશાળ અનુભવો સાથે કોઈપણ પ્રશ્નોનું નિરાકરણ કરવામાં અને જીત મેળવવા માટે સતત કાર્યરત રહે છે પછી તે પક્ષનું મીડિયા સેલ હોય કે રાજય સરકારમાં કાર્ય કરવાનું હોય કે રાજભવન સુધીની સફરમાં સૌના સાચા સ્‍નેહી બની રહયા છે. સમાજના ધાર્મિક, રાજકીય, સામાજિક, વિવિધ સંગઠનોના વિશાળ મિત્ર વર્તુળ જન્‍મદિવસ નિમિત્તે શુભેચ્‍છા પાઠવી છે.

હાલમાં જ સમસ્‍ત રાજપૂત સમાજ દ્વારા નિર્માણધીન ગુજરાતનું સૌ પ્રથમ વિરાટ મંદિર ભવાનીધામના કન્‍વીનર તરીકે પણ સતત કાર્યરત છે. સમાજના સૌ સામાજિક આગેવાનોએ શુભેચ્‍છા અને આશીર્વાદ પાઠવ્‍યા છે. મો.૯૮૨૪૧ ૧૬૪૧૪ રાજકોટ.

(12:16 PM IST)