તા. ૨૩ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૧૪ સોમવાર
News of Monday, 5th August 2024
આર.એસ.એસ.નાં સ્વયંસેવક જયેશભાઇ સંઘાણીનો આજે જન્મ દિવસ

રાજકોટ તા. પઃ નાનપણથી જ દેશભકિતનાં રંગે રંગાયેલા અતિ શાંત ,સરળ, નિરાભિમાની નમ્ર સૌ કોઈને પોતિકા લાગે તેવા કુશળ સંગઠક ,સંપર્ક અને સંબંધ રાખવામાં માહિર,સૌને સાથે રાખી ચાલનારા પીઢ ધીર ગંભીર રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘનાં દક્ષિણનગર અને રણુજાનગર,વૃંદાવન નગરનાં નગર કાર્યવાહ અને રાજકોટ મહાનગરના પ્રચાર પ્રમુખ તરીકે રહી ચૂકેલા, સંઘનાં તૃતિય વર્ષ શિક્ષિત . રાષ્ટ્રીય સ્વાહા ઇદમ નમઃ, મે નહી તુ જીવન મંત્ર બનાવનાર અજાત શત્રુ એવા જીવદયાપ્રેમી શ્રી જયેશભાઈ રસિકલાલ સંઘાણી નો (તીથી પ્રમાણે રક્ષાબંધનના દીવસે) આજે જન્મ દિવસ છે. તેઓ વી.વી.પી. એન્જીનીયરીંગ કોલેજ નોલેજ સેન્ટર ગ્રંથાલયમાં કોલેજ સ્થાપનાકાળથી પોતાની સેવાઓ આપેલ, અને લાઇબ્રેરીમાં પ્રોફેસનલ આસીટન્ટ તરીકે તથા પ્રચાર પ્રસારની જવાબદારી પણ વહન કરેલ હતી. હાલ તેઓની આઈ ટી કંપની હાઇપર ફેશ ટેકનોલોજી પુષ્કરધામ મેઇન રોડ ખાતે કાર્યરત છે. સહકાર ભારતીનાં રાજકોટ શહેરનાં મહામંત્રી તેમજ રાજકોટ નાગરીક સહકારી બેંક, કાલાવડ રોડ, બ્રાંચમાં છેલ્લા બાર વર્ષથી વિકાસ સમિતિનાં સહકન્વીનર તરીકે સેવા આપી રહયા છે. ગ્રંથાલય ભારતી સૌરાષ્ટ્ર પ્રાંત કાર્યાલય મંત્રી જવાબદારી નિભાવી રહ્યા છે. રાષ્ટ્રભકિત ને લગતા તેમજ પત્ર લેખનમાં સદા જાગૃત, ક્રાંતિકારીઓની પુણ્યતિથિ યાદ રાખીને તેનાં જીવનચરિત્ર ઉપર જીવનઝરમર દૈનિક વર્તમાનપત્રોમાં આપી વાંચકો સાથે જોડાયેલા રહે છે. જૈન ધર્મ નાં સિધ્ધાંતો રોમેરોમમાં દોડતા હોઈ તેમનાં ધર્મપત્ની તૃપ્તીબેન તથા બન્ને પુત્રો જૈમીન પુત્રવધુ સપના,તથા અપૂર્વ એ આ અગાઉ ઉપવાસ અઠ્ઠમ અને નવાઈ કરીસાર્થક રીતે પૂર્ણ કરેલા છે. આજનાં દિવસે તેમનાં મો. નં ૯૪ર૮ર૦૦પર૦ ઉપર તેઓને જન્મદિવસની શુભેચ્છા વર્ષા થઈ રહી છે.
(3:08 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
