તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Thursday, 8th August 2024
સાવરકુંડલા પાલિકાનાં પૂર્વ પ્રમુખ રાજુભાઇ દોશીનો જન્મદિન

(દિપક પાંધી દ્વારા) સાવરકુંડલા તા. ૮ :.. સાવરકુંડલા નગરપાલીકાના બે ટર્મ પ્રમુખ રહેલ. સતત ૧૦ વર્ષ સાવરકુંડલા નાગરીક બેંકના એમ. ડી. પ્રમુખ રહેલ. રાજુભાઇ દોશીનો આજે તા. ૮ જન્મ દિવસ છે.
હાલ સાવરકુંડલા વેપારી મહામંડળનાં પ્રમુખ ત્થા નવનાત વણીક સમાજના પ્રમુખ તરીકે જવાબદારી નીભાવી રહ્યા છે.
નગરપાલિકા, નાગરીક બેંક, વેપારી મંડળ, પત્રકાર સંઘ વિગેરે સંસ્થામાં સફળ સેવા બજાવી શહેરમાં જાહેર જીવનના સફળ સુકાની તરીકેની છાપ ધરાવે છે.
માત્ર જાહેર જીવન જ નહિ. પરંતુ શહેરનાં સૌથી સફળ બીઝનેસ મેન તરીકે ઉપસી આવ્યા છે. જૈન સમાજ જેવી નાની જ્ઞાતીમાં જન્મેલા એકલવીર એકયુરેટ ઓટો એજન્સી (હિરો ટુ વ્હીલર), એકયુરેટ ઇલેકટ્રોનિકસ મોલ, એકયુરેટ ફર્નીચર મોલ, એકયુરેટર પેટ્રોલ પંપ તથા એકયુરેટ બીલ્ડરનાં પણ સુકાની છે.
શ્રી રાજુભાઇની સફળ જાહેર જીવનની તથા સફળ બીઝનેસની સફળતાનું કારણ તેઓ શહેર ત્થા તાલુકાની જનતાનાં પ્રેમને આભારી સમજે છે.
સામાજીક ત્થા શારીરિક અનેક સમસ્યાનો સામનો કરી અડીખમ ઉભેલા રાજૂભાઇ દોશીના મો. ૯૮૭૯પ ૮૦૬૯૦ ઉપર અભિનંદન વર્ષી રહ્યા છે.
(2:05 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
