<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 8th August 2024

કેન્‍દ્રના પશુપાલન-ડેરી મંત્રાલયની નેશનલ એડવાઇઝરી કમિટીનાં સભ્‍ય

મિતલ ખેતાણીનો આજે જન્‍મદિવસઃ અનેક વિધ સેવાકાર્યો દ્વારા ઉજવવાનો નિર્ધાર

રાજકોટ તા.૮: સૌરાષ્‍ટ્રનાં જાહેર જીવનનાં અગ્રણી સ્‍વ.નરોતમભાઇ ખેતાણીનાં પૂત્ર, ભારત સરકારના પશુપાલન અને ડેરી મંત્રાલયની નેશનલ એડવાઈઝરી કમિટીમાં સલાહકાર સભ્‍ય, ભારત સરકારના એનીમલ વેલફેર બોર્ડ ઓફ ઇવેન્‍ટ કમિટીના સભ્‍ય, ગુજરાત સરકારનાં સ્‍ટેટ એનીમલ વેલફેર બોર્ડના મિતલ ખેતાણીનો આજે જન્‍મદિવસ છે.

કરૂણા ફાઉન્‍ડેશન ટ્રસ્‍ટ-એનીમલ હેલ્‍પલાઇન,વેટરનરી હોસ્‍પિટલ, અબોલ જીવોનું અન્નક્ષેત્રના પ્રમુખ, તથા વૈશ્વીક સ્‍તરે જન, જંગલ, જમીન, જનાવર, જળની સુખાકારી માટે કાર્યરત વૈશ્વીક સંસ્‍થા સમસ્‍ત મહાજનના સંગઠન મંત્રી, જિલ્લા પ્રાણી અત્‍યાચાર નિવારણ સોસાયટીનાં ટ્રસ્‍ટી, સમગ્ર વિશ્વના રઘુવંશીઓની માતૃસંસ્‍થા શ્રી લોહાણા મહાપરીષદના પૂર્વ જોઇન્‍ટ સેક્રેટરી, વિવિધ ગૌશાળાઓ, ઇન્‍ડિયા રીનલ ફાઉન્‍ડેશન સહિતની અનેક સંસ્‍થાઓમાં સક્રિય એવા યુવા સમાજસેવી, કવિ, લેખક મિતલ ખેતાણી બાલ્‍યાવસ્‍થાથી જ લોહીના સંસ્‍કારને લઇને સેવાક્ષેત્રને વરેલા છે. ભારત સરકાર, ગુજરાત સરકાર દ્વારા રકતદાન, ચક્ષુદાન, દેહદાન, અંગદાન, ગૌ સેવા, જીવદયા ક્ષેત્રે ઉલ્લેખનીય કામગીરી બદલ તેમનું  સન્‍માન થઇ ચૂકયું છે ‘‘ગારડી એવોર્ડ'' પણ તેમને મળી ચૂકયો છે. લેખક, કવિ એવા મિતલ ખેતાણી સારા વકતા પણ છે.

આઈ ટુ આઈ મીડીયા, એચ.ડી.એફ.સી., એરટેલ સહીતનાં કોર્પોરેટ સેકટરમાં સીનીયર મેનેજમેન્‍ટ ક્ષેત્રે ૧૫ વર્ષનો અનુભવ ધરાવતાં તેમજ અમેરીકા, યુરોપ, મીડલ ઇસ્‍ટ, નેપાળ, આફ્રિકા સહિતનાં દેશો- ખંડોમાં અનેકવિધ નેશનલ, ઇન્‍ટરનેશનલ ઇવેન્‍ટસ/કાર્યક્રમોનું સફળ સંચાલન કરી ચૂકેલાં-સન્‍માનીત થયેલા ઇલેક્‍ટ્રોનિકસ એન્‍ડ કોમ્‍યુનીકેશન એન્‍જીનીયર મિતલ ખેતાણી વ્‍યવસાયે ‘‘શાલીભદ્ર ડ્રીમ્‍સ'' રેસીડેન્‍સીયલ પ્‍લોટીંગના લેન્‍ડ ડેવલોપર્સ છે. શ્રી લોહાણા મહાપરિષદ દ્વારા પણ ‘વૈશ્વીક રઘુવંશી પ્રતિભા' અને ‘શ્રેષ્ઠ રઘુવંશી ગૌસેવક' તરીકેનો ઇન્‍ટરનેશનલ, અતિ પ્રતિષ્ઠિત એવોર્ડ બે વાર તેઓને અપાઈ ચૂકયો છે. દિલ્‍હીનાં ગાંધી સ્‍મળતિ મંદિર ખાતે ‘જીવદયા રત્‍ન' એવોર્ડ પણ પ્રાપ્ત થયો છે. ગુજરાત સરકાર દ્વારા પણ વિશિષ્‍ઠ કામગીરી બદલ મિતલ ‘‘સાંસ્‍કૃતિક યોદ્ધા'' તરીકે સન્‍માન પ્રાપ્‍ત થયું છે.

૮મીઓગષ્ટનાંજન્‍મદિવસની સેવામય ઉજવણી કરવા આ દિવસે અનેક સેવાકીય પ્રકલ્‍પો થઈ રહયા છે. ગૌશાળામાં ઘાસ વિતરણ, કબૂતરો માટે વિવિધ ચબૂતરાઓમાં ચણ, કિડીયારૂ, માછલીઓને લોટની ગોળી સહીતની સેવાકીય પ્રવળતિઓ દ્વારા જન્‍મદિવસની ઉજવણી થઈ રહી છે. ‘‘ઓમ ઓન્‍લી ન્‍યુઝ'' મીડિયાનો પ્રારંભ કર્યાે છે. જીવનસંગીની ડીમ્‍પલ, સુપુત્રો માનસ અને ધર્મ તેમજ પરીવારજનોની ઉપસ્‍થિતીમાં અને ગં.સ્‍વ. માતુશ્રી હરદેવીબેન નરોતમભાઇ ખેતાણીનાં આશીર્વાદ સાથે જીવનનાં આગામી વર્ષોમાં જીવ-દયા-ગૌ સેવા, માનવતા, દર્દી નારાયણ તેમજ દરીદ્ર નારાયણનાં લાભાર્થે મહત્‍વનું પ્રદાન કરવાનાં સ્‍વપ્‍નને સાર્થક કરવાનું ધ્‍યેય ધરાવતા મિતલ ખેતાણીને મો. ૯૮૨૪૨ ૨૧૯૯૯ ઉપર ઠેરઠેરથી શુભેચ્‍છાઓ મળી રહી છે.(૨.૧૦)

(2:54 PM IST)