<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 10th August 2024

જૂનાગઢના ટીવી ઍન્કર અને સામાજીક કાર્યકર અલ્તાફ કુરેશીનો કાલે જન્મદિવસ

(વિનુ જોષી દ્વારા) જૂનાગઢઃ જૂનાગઢના જાણીતા ટીવી એન્‍કર અને વિવિધ વિભાગો સાથે સામાજિક પ્રવૃતિ સાથે જોડાયેલ અલ્‍તાફ કુરેશીનો કાલે જન્‍મદિવસ છે. તેવો ટ્રેનર તરીકે કામે કરે છે અને વિવિધ સરકારી વિભાગ તેમજ એનજીઓ સાથે જોડાયેલા છે. જૂનાગઢ ખાતે ચાલતા આશ્રય ગૃહનું પણ સંચાલન કરે છે વર્ષ ૨૦૧૩માં ચાઇના ટૂરમાં એક માત્ર ગુજરાતમાંથી પસંદ થયા હતા તેવો રાજ્‍યપાલ દ્વારા સન્‍માનિત છે અને જૂનાગઢ જીલ્લાનો બેસ્‍ટ યુથ એવોર્ડ તેમજ આપણુ પોરબંદર ગૌરવ એવોર્ડ મળેલ છે તેમને પદ્મશ્રી શાહબુદિન રાઠોડના હસ્‍તે સિપાઇ ગૌરવ એવોર્ડથી સન્‍માનીત કરવામાં આવેલ. તેમજ તાજેતરમાં ગુજરાત સરકાર તરફથી કલાઇમેટ ચેન્‍જ એવોર્ડ આપવામાં આવેલ જેની ધનરાશી તેઓ એ.સી.એમ. રાહત ફંડમાં આપેલ તેઓની કામગીરીની સી.એમ. ભૂપેન્‍દ્રભાઇ પટેલે પ્રસંશા કરી હતી. (૨૨.૫)મો. નં. ૯૮૨૫૪ ૬૪૪૦૩

(11:33 AM IST)