News of Monday, 12th August 2024
ભારતીય જનતા પાર્ટી પ્રદેશ મહિલા મોરચાના આઇટી અને સોશ્યિલ મિડીયા સંયોજક ધરા વૈશ્નવનો આજે જન્મદિવસ
કૌશલ કિશોર ધુન મંડળની સ્થાપના સ્વ. કેશુભાઇ વાગડીયાએ કરી'તી

રાજકોટઃ પ્રદેશ આઇટીની ટીમમાં સંયોજક અને સૌરાષ્ટ્ર ઝોનના કાર્યરત, રાજકોટ શહેરમાં ભાજપમાં છેલ્લા રર વર્ષથી કર્મઠ, મહેનતુ અને સેવાભાવિ કાર્યકર કઠોર પરિશ્રમનો ‘‘પર્યાય'', રાજકોટ શહેર ભાજપ મહિલા મોરચામાં પ્રભારી મહિલા પ્રમુખ, પોલીસ સલાહકાર સમિતિ, પૂર્વ બાળ અદાલત મેમ્બર અને સતત બે ટમથી પ્રદેશહ આઇટી મીડીયામાં કામગીરી કરી રહ્યા છે.
સમાજ સેવામાં પરોપકારી, અન્યના દુઃખમાં દોડીને ભાગ લેનાર, એક મહિલા તરીકે ખુબજ નિડર, હિંમત અને શ્રેષ્ઠ કાર્ય કરનાર ધરા વૈશ્નવનો આજરોજ જન્મ દિવસ છે. ધરાબેનને નાગર જ્ઞાતિમાં પણ મુઠ્ઠી ઉંચીરૂં સ્થાન ધરાવે છે. સેવાકિય સંસ્થા બોલબાલા ટ્રસ્ટ અર્જુન ફાઉન્ડેશન જેવી સેવાકીય સંસ્થા સાથે પણ જોડાયેલ છે ધરાબેનને ગુજરાત રાજયના કેબીનેટ મંત્રી ભાનુબેન બાબરીયા, રાજકોટ પヘમિના ધારાસભ્ય ડો. દર્શિતાબેન શાહ રાજકોટના મેયર નયનાબેન પેઢડીયા, રાજકોટ શેર મંત્રી પૂજાબેન પટેલ, કાશ્મીરાબેન નથવાણી, મહિલા મોરચાના પ્રમુખ કિરણબેન માકડીયા, મહામંત્રી કિરણબેન હરસોડા, દેવિકાબેન રાવલ, મહિલા મોરચાની ટીમ, આઇટી મિડીયા રાજકોટ શહેરમાંથી માધવીબેન જોગીયા, તૃષાબા ગોહિલ, દિવ્યાબેન ઉમરાણીયા કોર્પોરેટર રસીલાબેન અને એસડબલ્યુસીના મેમ્બર રીનાબેન ભોજાણી અને ભાજપ પરિવાર તથા સામાજીક, સેવાકિય અને જ્ઞાતિ, ભાષા ભાષી સેલના લક્ષ્મીબેન મિશ્રા દ્વારા શુભેચ્છાનો ધોધ વર્ષાવી રહ્યા છે. ધરાબેનને અઢળક શુભેચ્છા. ૯૭૧૪૪ ર૭૪પ૭
(4:03 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
