<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 12th August 2024

રાષ્‍ટ્રપતિ સિલ્‍વર-મેડાલીસ્‍ટ આર. જે. પંડયાનો જન્‍મ દિવસ

રાજકોટ તા. ૧રઃ પૂર્વ સિનીયર ટ્રેઝરી ઓફિસર મ્‍યુ. ચીફ ઓફીસર રામપ્રસાદ પંડયા કાલે ૮૮માં વર્ષમાં મંગલ પ્રવેશ કરી રહ્યા છે. અમરેલી જિલ્લાના વતન તરવડામાં જન્‍મેલ અમરેલીને કર્મભૂમિ બનાવી ભારતની વસતી ગણતરી-૧૯૬૧માં ઉત્‍કૃષ્‍ટ કામગીરી બદલ રાષ્‍ટ્રપતિ સિલ્‍વર મેડલ સહ માનપત્ર મેળવેલ. કલાર્ક તરીકે દાખલ થઇ ૩૯ વર્ષની દીર્ઘ સેવામાં ઉતરોતર ૭ બઢતીઓ મેળવી હિસાબ અને તિજોરી ખાતામાં  ‘સંયુકત નિયામક' જેવી ઉંચી પદવી પરથી નિવૃત્ત થયેલ. રા. મ્‍યુ. કોર્પો.માં ૬ વર્ષ અને ગુજરાત આયુર્વેદ યુનિવર્સિટીમાં ર વર્ષ પ્રતિનિયુકિતમાં રહી યશસ્‍વી કામગીરી કરી. રાજય સરકારરી તરફથી ‘ગુજરાતી ભાષા વર્ષ ઉજવણી' નિમિતે ‘વહિવટમાં ગુજરાતીમાં પત્ર વ્‍યવહાર' કરનાર તરીકે પ્રથમ ઇનામ મેળવી રાજય પુરસ્‍કૃત થયેલ અને તેમણે ચક્ષુદાનનો સંકલ્‍પ રજીસ્‍ટર્ડ કરાવી બે અંધજનને દેખતા કરવાની ઇચ્‍છા વ્‍યકત કરી અનોખી રીતે ઉજવણી કરી છે.

(4:10 PM IST)