News of Wednesday, 14th August 2024
ગોંડલના યુવા એડવોકેટ હિતેશભાઈ રામાણીનો આજે જન્મદિવસ

(નરેશ શેખલીયા દ્વારા) ગોંડલ, તા., ૧૪: ભગવતભૂમિ એવા ગોંડલમાં ખેડૂત પરિવારમાં જન્મેલ અને નાની ઉંમરમાં મોટુ નામ ધરાવતા યુવા એડવોકેટ હિતેશભાઈ રામાણીનો આજે જન્મદિવસ દિવસ છે. તેઓ આજે ૨૯માં વર્ષમાં મંગલ પ્રવેશ કરી રહ્યા છે.
ગોંડલમાં B.Com L.L.B સુધીનો અભ્યાસ કરીને ન્યાય મંદિર પાસે જ ઓફિસ ધરાવતા હિતેશભાઈ રામાણી ઘણા સમયથી રેવન્યુ વકીલાતની પ્રેક્ટિસ કરી રહ્યા છે.બહોળો મિત્ર વર્ગ ધરાવતા વ્યવસાયે એડવોકેટ હિતેશભાઈ રામાણી સેવાકીય પ્રવળતિઓમાં પણ અગ્રેસર રહીને જય ભોજલરામ ફાઉન્ડેશન એન્ડ ચેરીટેબલ ટ્રસ્ટના ઉપપ્રમુખ તરીકે પોતાની સેવાઓ આપી રહ્યા છે. ત્યારે એડવોકેટ હિતેશભાઈ રામાણીને આજે તેમના જન્મ દિવસે હિતેચ્છુ મિત્રોમાં ગોંડલ બાર એસોસિયેશનના વકીલો, રાજકીય સામાજિક આગેવાનો, બિલ્ડરો,જમીન મકાનના ધંધાર્થીઓ દ્વારા તેમના મોબાઈલ નંબર ૯૭૭૩૦ ૭૬૦૧૦ ઉપર શુભેચ્છાઓ પાઠવી રહ્યાં છે. (
(12:09 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
