<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 19th August 2024

સૌરાષ્‍ટ્ર યુનિ.ના પૂર્વ નાયબ કુલસચિવ ડો. કિરીટભાઇ પાઠકનો જન્‍મદિન

રાજકોટઃ  ભાજપના  અગ્રણી રાજકોટ નગર પ્રાથમિક  શિક્ષણ સમિતિના પૂર્વ ચેરમેન અને સૌરાષ્‍ટ્ર યુનિવર્સિટી ના કાયદાવિભાગ ના પૂર્વ નાયબ કુલસચિવ ડો. કિરીટ પાઠક  આજે તેમના ગતિશીલ જીવન યાત્રાના ૬૪ વર્ષ પૂર્ણ કરી ૬૫ માં વર્ષમાં પ્રવેશ કરી રહ્યા છે.

તેઓ રાષ્‍ટ્રીય સ્‍વયંસેવક સંઘ સાથે છેલ્લા ચાર દાયકા થી સંકળાયેલ છે વિદ્યાર્થી કાળ થી જ ભારતીય જનતા પાર્ટી માં સામેલ થયા હતા. રાજકોટ શહેર માં ભાજપ યુવા મોરચામાં વિવિદ્ય સંગઠનાત્‍મક જવાબદારીઓ  સોંપવામાં આવેલી હતી ૧૯૮૭-૮૮ માં રાજકોટ શહેર ભાજપ માં યુવા મોરચામાં ઉપપ્રમુખ(બે ટર્મ);મહામંત્રી(૧ટર્મ);મંત્રી(૧ટર્મ)સુધી જવાબદારી સોંપવામાં આવેલી હતી.   ગુજરાત ભાજપ યુવા મોરચો માં પ્રદેશ કારોબારી સભ્‍ય તરીકે પણ કામગીરી કરેલી છે. તેઓ રાજકોટ મહાનગરપાલિકા ની શિક્ષણ સમિતિના સભ્‍ય તરીકે ૧૯૯૫ થી૨૦૦૫ સુધી સતત ૧૦ વર્ષ સુધી જવાબદારી સોંપેલ હતી. તે કાર્યકાળ દરમ્‍યાન ચેરમેન અને વાઇસ ચેરમેન તરીકે જવાબદારી સોંપેલ હતી. ને ૨૦૦૧ રાજકોટશહેર ભાજપ માં વરિષ્ઠ  ઉપપ્રમુખ, રાજકોટ શહેર ભાજપ ના માનવ અધિકાર સેલ ના કન્‍વીનર તરીકે ૨૦૦૯થી ૨૦૧૨ સુધી સેવા આપેલ. રાજકોટ શહેર ભાજપ ના શહેર કારોબારીમાં  કાયમી નિમંત્રીત સભ્‍ય તરીકે   પાંચ ટર્મથી  કાર્યરત છે. ૧૯૮૯ ની સાલ થી લોકસભા; વિધાનસભા; મહાનગરપાલિકા તેમજ રાજકોટ શહેર ના બહાર ના વિસ્‍તાર માં રૈયા(રૈયા નગરપાલિકા; નાનામૌવા અને મવડી(નગર પંચાયત)ના ભાજપ ના સતાવાર ઉમેદવાર અને ડમી ઉમેદવાર ના ફોર્મ ભરવાની સેવા આપી હતી. શ્રી પાઠક સૌરાષ્‍ટ્ર યુનિવર્સિટી માં કાયદા વિભાગ માં નાયબ કુલસચિવ તરીકે ૧૭ વર્ષ સુધી જવાબદારી સંભાળી અને સૌરાષ્‍ટ્ર યુનિવર્સિટી માં માહિતી અધિકાર કાયદા અંતર્ગત આર. ટી. આઈ સેલ માં સેવા આપી હતી. તેઓનિવળત્ત થયા બાદ પુઃન વકીલાત ના વ્‍યવસાયમાં  જોડાયેલ છે આ અગાઉ શ્રી પાઠક  વકીલાત ના વ્‍યવસાય માં હતા ત્‍યારે રાજકોટઃ બાર એસોશિએશન માં જોઈન્‍ટ સેક્રેટરી તેમજ કારોબારી સભ્‍ય તરીકે જવાબદારી સોંપેલ હતી. મોબાઈલ ૯૪૨૯૨ ૪૪૯૯૯

(3:47 PM IST)