તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Saturday, 24th August 2024
લોકસેવાનું પ્રમુખ મિશન, નામ કિશનઃ યુવા સુકાની ટીલવાનો જન્મદિન

રાજકોટ : યુવા એડવોકેટ અને યુવા નેતા કિશન ટીલવાનો તા.ર૪ ઓગષ્ટ ૧૯૮૯ના રોજ જન્માષ્ટમીના શુભ દિવસે જુનાગઢ જીલ્લાના માણાવદર ગામ ખાતે થયેલ હતો. આજરોજ તેઓ ૩૬ માં વર્ષમાં મંગલ પ્રવેશ કરી રહયા છે.
વર્ષોથી ભાજપની વિચારધારા સાથે સંકળાયેલા કિશન ટીલવા જેમના પિતાશ્રી જયસુખભાઇ ગોરધનભાઇ ટીલવા અને માતા રસીલાબેન ટીલવાના વારસામાંથી મળેલ સેવા અને સંસ્કાર થકી આજે તેઓ રાજકોટ શહેર યુવા ભાજપ પ્રમુખ તેમજ શ્રી ઉમીયા માતાજી સંસ્થાન, રાજકોટ ઉમીયા ધામના ટ્રસ્ટી તરીકે તથા શ્રી ઉમીયા માતાજી મંદીર સિદસરમાં કારોબારી સભ્ય તરીકેની સેવાઓ આપી રહયા છે.
ઉપરાંત છેલ્લા ૧૪ વર્ષથી રાજકોટ શહેર યુવા ભાજપમાં અને અનેકવિધિ જવાબદારી નિષ્ઠાપુર્વક નિભાવી સાથોસાથ અનેક સામાજીક સંસ્થાઓ સાથે સંકળાયેલ છે.
તેમના જન્મદિવસ નિમીતે પ્રદેશ શહેર ભાજપના આગેવાનો, મંત્રીશ્રીઓ, સાંસદ સભ્યશ્રીઓ, ધારાસભ્યશ્રીઓ, યુવા ભાજપના સૌ હોદેદારો આમ અનેક રાજકીય, સામાજીક આગેવાનો, સાધુ સંતો, વડીલો અને વકીલ મિત્રો દ્વારા તેમના (મો.નં. ૯૯૭૪૦ ૦૧૦૧૦) પર શુભેચ્છાઓ પાઠવવામાં આવી રહી છે.
(1:11 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
