તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Friday, 30th August 2024
કેન્દ્રના કૌશલ્ય વિકાસના સંયુકત સચિવ સોનલ મિશ્રાનો જન્મદિન

રાજકોટ : ગુજરાતના અગ્રસચિવ શ્રીમતી સોનલ મિશ્રા આજે પ૩માં વર્ષમાં પ્રવેશ નિમિતે શુભેચ્છા વર્ષાથી ભીંજાઇ રહ્યા છે. (જન્મ તા. ૩૦ ઓગષ્ટ ૧૯૭ર) શ્રીમતી સોનલ મિશ્રા મુળ ઉત્તર પ્રદેશના વતની અને ૧૯૯૭ ની બેચના આઇ.એ.એસ. કેડરના અધિકારી છે.
અગાઉ સુરતમાં જિલ્લા વિકાસ અધિકારી જામનગરમાં મ્યુનિસીપલ કમિશનર ગાંધીનગરમાં જિલ્લા કલેકટર, રાજયમાં રોજગાર અને તાલીમ નિયામક, નગરપાલિકાના નિયામક, પ્રવાસન સચિવ, એસ. ટી. નિગમ અને ઇન્ડસ્ટ્રીયલ પાવર કંપની વડોદરાના એમ. ડી. ગ્રામ વિકાસ વિભાગમાં કમિશનર વગેરે સ્થાનો પર ફરજ બજાવી ચૂકયા છે. હાલ ભારત સરકારના કૌશલ્ય વિકાસ વિભાગના સંયુકત સચિવ તરીકે કાર્યરત છે. મો. ૯૭ર૭૦ પ૬૯૭૬ નવી દિલ્હી
(11:32 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
