તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Saturday, 31st August 2024
કાલની ઘડી રળિયામણી, જયદીપસિંહ ડોડિયાના જન્મદિનની વધામણી
જુનાગઢ સ્વામીનારાયણ ગુરૂકુળના પૂર્વ વિદ્યાર્થી

રાજકોટ : સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના પૂર્વ કાર્યકારી કુલપતિ, સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના અંગ્રેજી ભવનના સિનિયર પ્રોફેસર અને અધ્યાપક જગતના અગ્રણી ડો. જયદિપસિંહ ડોડિયા તેમની જીવન યાત્રાના ૬૦ વર્ષ પુરા કરી આવતીકાલે તા. ૧/૯/૨૦૨૪ ના દિવસે ૬૧ માં વર્ષ માં પ્રવેશ કરી રહ્યા છે. ૧૯૯૮ માં સૌરાષ્ટ્ર યુનિવર્સિટી અંગ્રેજી ભવનમાં આસિસ્ટન્ટ પ્રોફેસર તરીકે જોડાયા એ પહેલા રાજકોટની શ્રીમતી એમ. ટી. ધમસાણીયા કોમર્સ કોલેજ અને માંગરોળની શ્રી શારદાગ્રામ કોલેજમાં અંગ્રેજીના અધ્યાપક તરીકે ફરજ બજાવેલ તથા માંગરોળ જેવા દરિયાઇ કાંઠાના વિસ્તારોમાં અંગ્રેજી ભાષાના પ્રચાર તથા પ્રસાર માટે ખુબજ મહત્વનું યોગદાન આપ્યું હતું. તે માટે તેઓએ સ્વ. ડો. એમ. જી. મચ્છરના અધ્યક્ષપદે વિલિયમ શેકસપિયર સોસાયટીની સ્થાપના પણ કરેલી, તથા ગ્રામ્ય વિસ્તારમાંથી કોલેજમાં ભણવા આવતા વિદ્યાર્થીઓ માટે અંગ્રેજી વિષયમાં ઉત્તમ કારકિર્દી ઘડવા પોતે પ્રેરણાષાોત રહેલા હતા.
સૌરાષ્ટ્ર યુનિવર્સિટી ટીચર્સ એસોસિએશન ના બે ટર્મ સુધી મહામંત્રી અને બે ટર્મ સુધી પ્રમુખ તરીકેના કાર્યકાળમાં સંઘર્ષ કરીને પણ સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના અધ્યાપકોના પ્રશ્નોના નિવારણ માટે મહત્વની ભૂમિકા ભજવી હતી.
જૂનાગઢ સ્વામિનારાયણ ગુરુકુલ ના ભૂતપૂર્વ વિદ્યાર્થી ડો. જયદિપસિંહ ડોડિયાને તેમના જન્મદિવસે રાજકોટ ગુરુકુલથી પરમ પૂજ્ય ગુરુવર્ય શ્રી સદગુરુ સ્વામી દેવકળષ્ણદાસજી સ્વામી તથા મહંત સ્વામી શ્રી દેવપ્રસાદદાસજી સ્વામી તથા જૂનાગઢ ગુરુકુલથી પરમ પૂજ્ય સદગુરુ સ્વામી શ્રી જ્ઞાનસ્વરૂપદાસજી સ્વામી અને સર્વે સંતોએ આશીર્વાદ પાઠવ્યા છે. ડો. જયદિપસિંહ ડોડિયાના જન્મદિવસે તેમને સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના કુલપતિ પ્રો. ડો. કમલસિંહ ડોડિયા, શ્રી ગોવિંદ ગુરૂ યુનિવર્સિટી-ગોધરાના કુલપતિ ડો. પ્રતાપસિંહજી ચૌહાણ, શ્રી ઉદયસિંહ રામભાઈ ઝાલા (ખાપટ ગીર), શ્રી દીપસિંહ રામભાઈ ઝાલા (ખાપટ ગીર), શ્રી કે. ડી. વૈંશ (આલીદર), શ્રી સગાભાઈ રાણાભાઇ બારડ (બુધેચા), શ્રી રમેશભાઇ કે. સાકરીયા (રાધિકા સિલ્વર, રાજકોટ), તથા જાણીતા યુવા એડવોકેટ હાર્દિક જી. ડોડીયા સહિતના અનેક શુભેચ્છકો, શિક્ષણવિદો અને સામાજિક સંસ્થાના અગ્રણીઓએ ડો. જયદીપસિંહ ડોડિયાને (મો.૯૬૮૭૬૯૨૯૫૦) અઢળક શુભેચ્છાઓ પાઠવી છે.
(11:44 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
