<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 31st August 2024

રાજકોટના યુવા ઍડવોકેટ ઋષિરાજ ચૌહાણનો જન્મદિવસ

 

રાજકોટઃ રાજકોટના યુવા એડવોકેટશ્રી ઋષિરાજ જે.ચૌહાણએ રાજકોટ ખાતે વર્ષ ૨૦૧૧થી એડવોકેટ તરીકે એડવોકેટ નોટરી શ્રી હરેશ બી.પરસોંડા તથા શૈલેષ બી. પરસોંડા સાથે વકીલાતની શરૂઆત કરેલી અને કાયદાકીય રીતે યુવા એડવોકેટ એ રેવન્‍યુ, સીવીલ પ્રેકટીસમાં ખૂબ સારી પ્રગતી કરેલ છે. તેમજ તેઓ વિવિધ શરાફી મંડળીઓમાં લીગલ એડવાઇઝર તરીકે તથા વિવિધ બેન્‍કોમાં પેનલ એડવોકેટ તરીકે અને ઋષિવંશી સમાજ સેવા ટ્રસ્‍ટ-જસદણના ટ્રસ્‍ટી તરીકે તેમજ  નરેન્‍દ્ર મોદી વિચાર મંચ રાજકોટ શહેરના મહામંત્રી તરીકે રહેલા છે. તેઓની ખંત અને મહેનત થકી યુવા એડવોકેટ તરીકે સારી નામના પ્રાપ્‍ત કરેલી છે. અને રાજકોટ બાર એસોસીએશનના તમામ વકીલ મિત્રો સાથે ખૂબ જ મળતાવળા સ્‍વભાવના કારણે બહોળો મિત્ર વર્ગ ધરાવે છે.

આજરોજ તેમનો જન્‍મદિવસ હોવાથી તેઓના સીનીયર એડવોકેટ એન્‍ડ નોટરી શ્રી હરેશ બી. પરસોંડાની ઓફીસ કે જે આર.કે.વર્લ્‍ડ ટાવર, ૧૫૦ ફુટ રીંગ રોડ, રાજકોટ તેમજ તેઓના કુટુંબીજનો તથા તેઓના વકીલ મિત્રો તરફથી તેમના મો. નં. ૯૦૩૩૪ ૬૮૪૯૯ ઉપર શુભેચ્‍છા પાઠવવામાં આવેલ છે.

(2:59 PM IST)