News of Tuesday, 3rd September 2024
બક્ષીપંચ મોરચાના સામાજીક સંકલન સેલના હેમરાજભાઇ પાડલીયાનો આજે જન્મ દિવસ

રાજકોટ તા. ૩ : ઋષિવંશી સમાજ સેવા સંઘ ગુજરાતના સ્થાપક પ્રમુખ અને ભાજપ બક્ષીપંચ મોરચો સામાજીક સંકલન સેલના પ્રદેશ કન્વીનર હેમરાજભાઇ પાડલીયાનો આજે જન્મ દિવસ છે. તેઓ બક્ષીપંચ સમાજની ૧૪૫ જ્ઞાતિમા તેમજ સામાજીક ક્ષેત્રે આગવું સ્થાન ધરાવે છે. કોરોના કાળ દરમિયાન રાશન, માસ્ક, ઉકાળા તેમજ હોમિયોપેથીક દવાઓનું વિતરણ કરાવી સેવાનો ગુણ મહેકાવ્યો હતો. દરેક સમાજ માટે એમ્બ્યુલન્સ અર્પણ અને તુલસીના રોપા કુંડા સાથે વિતરણ કરાવેલ. અનેક વાડાઓ જુથમાં વહેચાયેલ ઓબીસી સમાજને એક તાંતણે બાંધીને સમાજના યુવાનોને સાચુ માર્ગદર્શન પુરૂ પાડી રહ્યા છે. આજે તેમના જન્મ દિવસ નિમિતે ઠેરઠેરથી શુભેચ્છાવર્ષા થઇ રહી હોવાનું ઋષિવંશી સમાજ સેવા સંઘ ગુજરાત મીડિયા ઇન્ચાર્જ સુનિલભાઇ પાડલીયા (મો.૯૮૨૪૨ ૯૧૬૯૪)ની યાદીમાં જણાવાયુ છે.
(5:05 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
