News of Tuesday, 3rd September 2024
અશોકભાઇ કોઠારીનો આજે જન્મદિવસ સંઘાણી સ્થા.જૈન સંઘ ગોંડલના પ્રમુખ

રાજકોટ તા.૩: સંઘાણી સંપ્રદાયના પ્રમુખ અશોકભાઈ કોઠારીનો આજે જન્મદિવસ છે. તેઓ દશા શ્રીમાળી વણિક મહાજન ગોંડલ,સંઘાણી સ્થા. જૈન સંઘ ગોંડલ , ગોંડલ પાંજરાપોળ, જૈન દવાશાળા, જૈન ભોજનાલય - રાજકોટ, દિવ્ય સાધનાલય - કાલાવડ , કોઠારી કુટુંબ ( દેવશિબાપા પરિવાર) સહિતની સંસ્થામાં યોગદાન આપી રહયા છે. સંઘાણી સંપ્રદાયના ઇતિહાસમાં પહેલી જ વખત સામૂહિક ચાતુર્માસ તેમજ ગોંડલમાં પણ લગભગ છેલ્લા ૭૦ થી ૮૦ વર્ષની અંદર મેગા ચાતુર્માસ થયેલ નથી. દરેક સંત સતીજીઓની વયાવચ્ચ સતત કરતાજ હોય છે,તેમજ જયવિજયાજી મહા.ના જન્મ શતાબ્દી જન્મોત્સવની તૈયારીમાં સતત પ્રવુત છે. પરમ પૂ.સદગુરુદેવ પારસમુનિ મહા.ના આશીર્વાદ સતત વરસી રહ્યા છે.(મો.૯૯૭૮૯ ૫૦૯૨૩)
(5:05 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
