તા. ૨૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૧૩ રવિવાર
News of Wednesday, 4th September 2024
જેતપુરના રિટાયર્ડ ડે. ચિટનીશ સુરેશભાઇ ગણાત્રાનો જન્મદિવસ

(કેતન ઓઝા દ્વારા) જેતપુર,તા. ૪: જેતપુર ના વતની અને ધોરાજી તાલુકામાં રેગ્યુલર ડેપ્યુટી ચિટનીશ તથા ટી દીઓ તરીકે ફરજ બજાવી સુપર એન્યુએશન થી રિટાર્યડ થયેલ સુરેશભાઈ જી. ગણાત્રાનો આજે જન્મદિવસ છે. સુરેશભાઈ યુવાન વયથી લાગણીશીલ, વિવેકી, મિલનસાર સ્વભાવના છે. અભ્યાસ પૂર્ણ કર્યા પછી રાજયની પંચાયત સેવામાં સિલેકશન થતાં અમરેલી તથા રાજકોટ જિલ્લામાં ૩૬ વર્ષની ઉજ્જવળ કારકિર્દી બનાવેલ, જેમાં ગુજરાત પંચાયત સેવા પસંદગી બોર્ડ ગાંધીનગરની નાયબ ચિટનીશ ખાતાકીય પરિક્ષા અને સરદાર પટેલ લોકપ્રશાસન સંસ્થા (સ્પિપા) અમદાવાદથી વિકાસ સેવા વર્ગ ૨ તાલુકા ડેવલપમેન્ટ ઓફિસર તરીકે નામના મેળવેલ આજે તેમને જન્મદિવસની શુભેચ્છાઓ મળી રહી છે.
(9:53 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
