તા. ૨૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૧૩ રવિવાર
News of Wednesday, 4th September 2024
જોડિયા માર્કેટીંગ યાર્ડના યુવા વાઇસ ચેરમેન આહિર ચિરાગભાઇ વાંકનો જન્મદિવસ

(સંજય ડાંગર દ્વારા) ધ્રોલ,તા. ૪: સ્વ. છગનબાપા વાંક પૂર્વ પ્રમુખ તાલુકા પંચાયત જોડિયાનાં પોત્ર અને પૂર્વ ઉપપ્રમુખશ્રી તાલુકા પંચાયત જોડિયા ભગવાનજીભાઈ વાંક નાં ભત્રીજા તેમજ શ્રીમતી સોનલબેન ચિરાગભાઈ વાંક પૂર્વ સદસ્યશ્રી તાલુકા પંચાયત જોડિયા અને ઉપપ્રમુખશ્રી ભારતીય જનતા પાર્ટી જામનગર જીલ્લા મહિલા મોરચાના પતીદેવ આહિર ચિરાગભાઈ ભરતભાઈ વાંકનો આજે ૪/૯/૨૦૨૪ નાં રોજ જન્મદિવસ છે.
તેઓ સૌથી નાની ઉમરે જોડિયા માર્કેટીગ યાર્ડ માં સતત બીજી વખત ચુટાઈ આવેલ છે. તેમજ જોડિયાની સુપ્રખ્યાત ‘નવદુર્ગા' શોભાયાત્રા સમિતિનાં પ્રમુખ તેમજ, શક્તિ ગરબા મંડળનાં સંચાલક અને શ્રીસિદિધ્યવિનાયક ગણેશ ઉત્સવ સમિતિ નાં પ્રમુખ છે. તેમજ તેઓ અખિલ ભારતીય યુવા યાદવ મહાસભાના ગુજરાત પ્રદેશ મંત્રી પદે કાર્યરત છે. તેમજ તેઓની જામનગર જીલ્લાનાં ઉપપ્રમુખ. આહિર સેના ગુજરાત પદે નીમણુંક થયેલ છે. તેમજ જોડિયા ફાર્મર પ્રોડ્યુસર કંપની લીમીટેડનાં સભ્ય પણ છે. તેમજ જોડિયા અને જોડિયા તાલુકામાં પ્રજાલક્ષી અને સેવાકાર્ય શ્રેણી થકી સ્થાનીક તેમજ જોડિયા તાલુકામાં વિશ્વાસ રૂપી સ્નેહ અદભૂતરીતે ધરાવે છે. આહિર અગ્રણી ચિરાગભાઈ વાંકનાં મોબાઈલ નંબર પર - ૯૮૨૪૮ ૫૫૫૫૫ શુભેરછાઓ મળી રહી છે.
(9:53 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
