<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 6th September 2024

આંખમાં અમી, મોહનભાઇને દુનિયા ગમીઃ ભૂતપૂર્વ પ્રધાન કુંડારિયાનો જન્‍મદિન

 

રાજકોટ : ભાવથી ભરપુર, ભાષાથી સુંદર, સિધ્‍ધાંતોમાં સમતોલ, પ્રસ્‍તૃતિમાં પારંગત અને આંધી સામે અડીખમ જાણીતા  જનસેવક શ્રી મોહનભાઇ કુંડારિયાનો આજે જન્‍મદિન છે. તેમનો જન્‍મ તા. ૬  સપ્‍ટેમ્‍બર ૧૯પ૧ ના દિવસે થયેલ. આજે જાજરમાન જીવનના ૭૪ માં વર્ષની ડોરબેલ વગાડી છે.

કડવા પાટીદાર શ્રી મોહનભાઇ કુંડારિયા પડધરી-ટંકારા મત વિસ્‍તારમાંથી પાંચ વખત ભાજપના ધારાસભ્‍ય તરીકે ચૂંટાયેલા રાજયમાં ગ્રામ વિકાસ મંત્રી તરીકે રહી ચૂકયા છે. સતત બે વખત રાજકોટ લોકસભા બેઠક પરથી સાંસદ તરીકે ચૂંટાયા હતા, તેમણે કેન્‍દ્ર સરકારમાં રાજય કક્ષાના કૃષિ મંત્રી  તરીકે સેવા આપી છે. રાજકોટ જિલ્લા ભાજપ પ્રમુખ અને પ્રદેશ ભાજપ શિસ્‍ત સમિતિના અધ્‍યક્ષ તરીકે રહી ચૂકયા છે. નાફેડના ડીરેકટર છે. તેઓ રાજકીય, સહકારી, સામાજિક વગેરે ક્ષેત્રે મહત્‍વનું યોગદાન આપનાર બહુમુખી પ્રતિભા છે. હકારાત્‍મક - રાજનીતિમાં માને છે. તેમના સાંસદ તરીકેના કાર્યકાળને કાર્યકરો આજેય યાદ કરી રહ્યા છે. મો. ૯૮રપ૦ ૦પ૩૮૬ રાજકોટ

(2:58 PM IST)