હેં...વારાણસીમાં ભાજપનો પરાજય 9:51 AM
મોરબીના સામાજીક યુવા અગ્રણી, જાણીતા શિક્ષણવિદ્ નિર્મિતભાઇ કક્કડનો જન્મદિન

(પ્રવિણ વ્યાસ દ્વારા) મોરબી,તા. ૬: નાની ઉમરમાં મોટી નામના ધરાવતા મોરબીના સેવાભાવી સામાજીક યુવા અગ્રણી, જાણીતા શિક્ષણવિદ્ નિર્મિતભાઈ કક્કડનો આજે જન્મદીન છે. તા.૬-૯-૧૯૮૯ના રોજ જન્મેલા નિર્મિતભાઈ પ્રવિણભાઈ કક્કડ શ્રી જલારામ સેવા મંડળ-મોરબીના પ્રમુખ, શ્રી લોહાણા મહાપરિષદ-મોરબીના પ્રમુખ, શ્રી લોહાણા વિદ્યોતેજક ફંડ-મોરબીના પ્રમુખ, શ્રી લોહાણા મહાજન-મોરબીના કન્વીનર, આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદ-મોરબીના મંત્રી સહીતના સામાજીક હોદાઓ દ્વારા વિવિધ પ્રકારની સેવાકીય પ્રવૃતિઓ સાથે જોડાયેલા છે. તેઓ શ્રી જલારામ પ્રાર્થના મંદિર-મોરબીના માધ્યમથી વિવિધ પ્રકારની માનવસેવા જેવી કે બિનવારસી મૃતદેહના અંતિમ સંસ્કાર, વૈકુંઠ રથ સેવા, અંતિમયાત્રા બસ, શબ વાહિની સેવા, એમ્બ્યુલન્સ સેવા, દરરોજ બપોરે તથા સાંજે પ્રસાદની વ્યવસ્થા, બ્લડ ડોનેશન, મેડિકલ સાધનોની સેવા, સામૂહિક અસ્થિ વિસર્જન સેવા, કુદરતી આફત સમયની સેવા, વિનામૂલ્યે નેત્રમણી-નેત્રયજ્ઞ કેમ્પ સહીતની સેવાઓમાં પોતાનુ અનન્ય યોગદાન આપી રહ્યા છે. નાની ઉંમર માં વિવિધ સેવાકીય પ્રવૃતિઓ થકી મોરબી પંથક માં બહોળી લોકચાહના ધરાવતા નિર્મિતભાઈ કક્કડ મોરબીની ઓમવીવીઆઈએમ કોલેજના પ્રાધ્યાપક તેમજ જનતા ક્લાસીસ ના સંચાલક તરીકે વ્યવસાયિક પ્રવૃતિ કરી શિક્ષણ જગત માં કોમર્સ ક્ષેત્રે બહોળી નામના ધરાવે છે. આજે તેમના જન્મદીન નિમિતે તેમના સગાં-સંબંધીઓ, મિત્ર વર્તુળ, વિદ્યાર્થીઓ તેમજ વિવિધ સામાજીક ક્ષેત્રના અગ્રણીઓ તરફથી તેમના મો.નં ૯૯૯૮૮ ૮૦૫૮૮ પર શુભેચ્છાઓનો ધોધ વરસી રહ્યો છે









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
