<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 7th September 2024

ભાવનગરના સેવાભાવી ભરતભાઇ મોણપરાનો કાલે જન્‍મદિવસ

(મેઘના વિપુલ હિરાણી દ્વારા) ભાવનગર,તા. ૭: ભાવનગર શહેરમાં છેલ્લા ૧૩ વર્ષથી બિનવારસી લાશોના અગ્નિસંસ્‍કાર કરનાર ભરતભાઇ મોણપરાનો આજે જન્‍મદિન છે. તેમજ કારોના કાળ મા કોરોના વાયરસ થી અવસાન પામેલા ના મળતદેહો ના સતત દોઢ વર્ષ અગ્નિસંસ્‍કાર કર્યા છે. તેમજ ૭૨ વાર રકતદાન કર્યું છે. ૩૪ રકતદાન કેમ્‍પો યોજ્‍યા છે. ભાવનગર શહેર જિલ્લામાં સામાજિક અને યુવા પ્રવળત્તિ ઓ કરે છે. શિયાળામાં નાના બાળકો ને ગરમ કપડા નુ વિતરણ કરે છે. ઉનાળા મા રસ્‍તા ઉપર ખુલ્લા પગે રહેતા બાળકોને ચંપલો પહેરાવે છે. ચોમાસામાં મજુરી કરતા પરિવારોને છત્રીઓનુ વિતરણ કરે છે. તથા રાષ્‍ટ્રીય મહાપુરુષો ના જન્‍મ દિન અને નિર્વાણ દિને કાર્યક્રમો યોજેશે. બહેનો પગભર થાય એ હેતુથી તાલીમ વર્ગો યોજી વિવિધ તાલીમો આપે છે ૧૨૦૦ થી વધારે બહેનો ને વિના મુલ્‍યે સીલાઇ મશીનો અપાવ્‍યા છે .ઉનાળા ચકલી ના માળા ઓનુ વિતરણ કરવામાં આવે છે. ઉનાળા દરમિયાન ત્રણ મહિના મફત છાશ કેન્‍દ્ર ભરતનગર ખાતે શરૂ કરે છે. નિરાધાર પરિવારો અને વિધવા બહેનોને રાશન કિટો નુ વિતરણ કરે છે .

જુનાગઢ જીલ્લાના વંથલી તાલુકાના સાંતલપુર ગામ ના વતની પણ ભાવનગરને પોતાનુ વતન બનાવી લીધુ છે .સેવાકાર્ય થી ભરત એ. મોણપરાના અનેક સંસ્‍થાઓ એ સન્‍માન કર્યા છે . એવા ભરતભાઈ મોણપરા નો તા. ૮ સપ્‍ટેમ્‍બર ના રોજ જન્‍મદિવસ છે. મો.૯૪૨૬૯ ૫૧૪૫૦.

(10:33 AM IST)