News of Monday, 9th September 2024
વાંકાનેર રઘુવંશી સમાજના શ્રેષ્ઠી વિનુભાઇ કટારીયાનો જન્મદિન

(લિતેશ ચંદારાણા દ્વારા) વાંકાનેર તા. ૯ :.. વાંકાનેર-ચોટીલા બ્રાઉન્ડ્રી નજીક નિર્માણધિન શ્રી રામધામના પાયાના પથ્થર અને વાંકાનેર શ્રી સદ્્ગુરૂ આનંદ આશ્રમના પ્રમુખ વિનુભાઇ પી. કટારીયાનો આજે ૬રમો જન્મ દિવસ છે. વિવિધ ધાર્મિક તથા સેવાકીય પ્રવૃતિ થકી ઉજવાશે. હાલ જેઓ અનેક સેવાકીય સંસ્થાઓમાં નિઃસ્વાર્થ ભાવે સેવા આપી રહ્યા છે. જેમાં શ્રી અંધ-અપંગ ગૌ આશ્રમ, શ્રી ગાયત્રી શકિતપીઠ, સદ્્ગુરૂ આનંદ આશ્રમ, વાંકાનેર લોહાણા મહાજન, લોહાણા યુવક મંડળ સહિતની સંસ્થાઓ સાથે સંકળાયેલ છે.
આ ઉપરાંત તેને રાજકીય ક્ષેત્રે વાંકાનેર માં યુવા ભાજપ પ્રમુખ, તાલુકાના સત્તાપર ગામે ડે. સરપંચ, વાંકાનેર માર્કેટીંગ યાર્ડમાં ઉપપ્રમુખ, શહેર ભાજપ પ્રમુખ, પૂર્વ મંત્રી જીલ્લા ભાજપ ઉપરાંત પૂર્વ પ્રમુખ અખિલ ગુજરાત લોહાણા યુવા સંઘ, રઘુવંશી ક્રાંતી મંચ તથા રઘુવીર સેના સાથે જીવનભર સંકળાયેલા રહી સેવાઓ આપી હતી.
હાલ તેઓ ચોટીલા-બ્રાઉન્ડ્રી પાસે સમસ્ત રઘુવંશીઓનું ૧૦૦ કરોડના ખર્ચે આકાર લઇ રહેલુ શ્રી રામધામના પાયાના પથ્થર તરીકે જેઓ સેવા આપી રહ્યા છે. તેમજ સમગ્ર સૌરાષ્ટ્ર-કચ્છ-ગુજરાતના શ્રી રામધામના પ્રચાર-પ્રસારનાં હવાલો પણ સંભાળી રહ્યા છે.
આજે તેમના જન્મદિન વિવિધ ધાર્મિક જગ્યાના સંતો-મહંતો તથા ધારાસભ્ય જીતુભાઇ સોમાણી તથા જ્ઞાતિ અગ્રણીઓ, શ્રી રામધામ ટ્રસ્ટ (જાલીડા)ના ટ્રસ્ટીશ્રીઓ તથા મિત્ર વર્તુળોમાંથી તેઓના મો. ૯૪ર૬૯ ૧પ૧૧૧ ઉપર શુભેચ્છા પાઠવી રહ્યા છે.
(10:26 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
