News of Monday, 9th September 2024
એનએસયુઆઇના રાજકોટ શહેર ઉપપ્ર+મુખ ધ્રુમિલ રાઠોડનો જન્મદિન

રાજકોટઃ યુવા કોંગ્રેસ અગ્રણી તથા ભીલ સમાજના યુવા આગેવાન રાઠોડ ધ્રમિલ નો આજરોજ જન્મદિવસ છે. તેઓ જીવનના૨૪ વર્ષ પૂર્ણ કરી ૨૫ માં વર્ષમાં મંગલ પ્રવેશ કરી રહ્યા છે. તેનો જન્મ ૦૯ સપ્ટેમ્બર ૨૦૦૦ ના રોજ રાજકોટ ખાતે થયેલ હતો. માત્ર ૧૯ વર્ષની ઉંમરે જ રાષ્ટ્રવાદ અને કોંગ્રેસ ર્પાટીની વિચારધારા સાથે જોડાઇ રાજકીય જીવનની શરૂઆત કરી હતી. તેઓએ રાજકીય તેમજ સામાજીક ક્ષેત્રે એક બુથના કાર્યકરથી લઇને વોર્ડ, વિધાનસભા તેમજ શહેર કક્ષાએ અને જીલ્લા કક્ષા જવાબદારી નિભાવેલ છે. અગાઉ રાજકોટ જીલ્લા એનએસયુઆઇમાં મંત્રી તરીકે સેવા આપેલ અને હાલ રાજકોટ શહેર એનએસયુઆઇ ઉપપ્રમુખ તરીકે ફરજ નીભાવી રહ્યા છે. અનેકવિધ ધાર્મીક સંસ્થાઓ તેમજ સામાજીક સંસ્થા એકલક્ષ્ય ફાઉન્ડેશનમાં ચેરમેન તરીકે સેવા આપી રહ્યા છે. મો. ૯૭૧૨૩ ૫૭૭૪૪.
(3:01 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
