News of Monday, 9th September 2024
રકતદાન-ચક્ષુદાન-દેહદાન-થેલેસેમિયા પ્રવૃત્તિને વેગ આપનાર અનુપ+મ દોશીનો આજે જન્મદિન

રાજકોટ તા. ૯ : જસદણ તાલુકાના ભાડલાના વતની અને રાજકોટને કર્મભુમિ બનાવી સેવાના ક્ષેત્રે અપાર નામના હાંસલો કરનાર અનુપમ દોશીનો આજે જન્મ દિવસ છે. બાલ્યાવસ્થાથી સંઘના સ્વયંસેવક એવા રાષ્ટ્રવાદના રંગે રંગાઇને માં ભારતીને પરમ વૈભવના શીખરે પહોંચાડવાના તેમજ અંત્યોદયના સુત્રને જીવથી સાર્થક કરવા સામાજીક કાર્યકતા જીવનના ૬૫ માં વર્ષમાં પ્રવેશી રહ્યા છે. ગુજરાત સરકાર દ્વારા શ્રેષ્ઠ સંસ્થાઓના બે વાર એવોર્ડ મેળવી ચુકેલ વિવેકાનંદ યુથ કલબ અને સાહિત્ય સેતુ રાજકોટના ધરોહર સમાન ‘દીકરાનું ઘર વૃધ્ધાશ્રમ'ના ટ્રસ્ટી તરીકે તન-મન-ધન, વચન અને કર્મથી યોગદાન આપી રહ્યા છે. માનવતાની શ્રેષ્ઠ એવી રકતદાન પ્રવૃતિમાં અત્યાર સુધીમાં ૧૨૦૦ થી વધુ કેમ્પો દ્વારા લાખો માનવ જીંદગીને તેમજ થેલેસેમિયા પીડિત બાળકોના જીવન બચાવવામાં નિમિત બન્યા છે. શહેરની દીકરાનું ઘર વૃધ્ધાશ્રમ, વિવેકાનંદ યુથ કલબ, સાહિત્ય સેતુ, લેંગ લાયબ્રેરી, એન.જી.ઓ. પરિવાર, એસ.બી.આઇ., પેન્સનર્સ એસો., ભાડલા હવેલી, રકતદાન-ચક્ષુદાન-દેહદાન-થેલેસેમિયા જનજાગૃતિ અભિયાન સમિતિ સહીતની સંસ્થાઓના સારથી અનુપમભાઇ દોશીને પ્રતિષ્ઠિત ફુલછાબ એવોર્ડ, ગારડી એવોર્ડ, પ્રાઇડ ઓફ રાજકોટ એવોર્ડ, સાહિત્ય સેવા માટે રાજયપાલ આચાર્ય દેવવ્રતજીના હસ્તે સંસ્કાર એવોર્ડ ૨૦૨૪ તેમજ સંસ્કાર વિભૂષણ માનપત્ર ૨૦૨૪ સહિતના અનેક નાના મોટા એવોર્ડ-પુરસ્કારો મળેલ છે. તેમના જન્મ દિવસ પર મો.૯૪૨૮૨ ૩૩૭૯૬ ઉપર ચોમેરથી શુભેચ્છાવર્ષા થઇ રહી છે.
(3:03 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
