<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 12th September 2024

જામનગરનાં સામાજીક કાર્યકર અને પત્રકાર સચિન જોશીનો જન્મદિન

(મુકુંદ બદિયાણી દ્વારા) જામનગર તા. ૧ર :.. જામનગર બ્રહ્મસેવક અને સમાજ સેવક, પત્રકાર સચિન જોશીનો આજે જન્મ દિવસ છે. તેઓ સામાજીક ક્ષેત્રે અવિરત કાર્યો કરી બ્રહ્મસમાજનું ગૌરવ વધારેલ છે.

નરેન્દ્રભાઇ મોદીની ઇ-ગવર્નસની અનેક યોજનાઓ સરળતાથી લોકો સુધી પહોંચાડતી છે.

એક મધ્યસ્થ કેન્દ્ર જામનગર શહેર જીલ્લા ૧૦ વર્ષથી ચલાવે છે. જરૂર પડયે પ્રજાહિત માટે અવાજ ઉઠાવતા રહે છે. તેઓ સ્ટ્રીટ ન્યુઝ ગુજરાતના સીનીયર પત્રકાર અને અડિખમ ગુજરાત અખબારના જામનગર અને દેવભૂમિ દ્વારકા જીલ્લાના બ્યુરો ચીફ તરીકે પણ સેવા બજાવી રહ્યા છે.

છેલ્લા ઘણા સમયથી તેઓ બિનવારસુ પ્રભુજી જે રોડ રસ્તા પર બેઠેલા પ્રભુજીને સ્નાન કરાવવું. વસ્ત્ર બદલવા, ભોજન, ચંપલ, વાળ અને દાઢી કરી આપવી જેવી હોસ્પિટલ સેવા, ભુખ્યાને ભોજન, વસ્ત્ર બેંક જેવી અનેક સેવા તેઓના દ્વારા કરવામાં આવે છે.

બ્રહ્મદેવ સમાજ ગુજરાત, હિન્દુ સેના ગુજરાત, ભૂદેવ કર્મકાંડી સમિતિ જામનગર, આંતરરાષ્ટ્રીય બ્રાહ્મણ મહાસંસ્થા, ઓલ ઇન્ડીયા મીડીયા એસોસીએશન, ગુજરાત રાજય સેવા સમિતિ, ગ્રેનેસ ઓર્ગેનિયજેસન (મહિલા સુરક્ષા), ભારત અપરાધ અને માનવ અધિકાર મંચ, આંતરરાષ્ટ્રીય માનવ અધિકાર પંચ તથા અપરાધ વિરોધી સંગઠન, દિલ્હી ક્રાઇમ એન્ડ ભ્રષ્ટ્રાચાર વિરોધી મોર્ચો તેમજ અનેક વિધ સંસ્થા, સંગઠનમાં સેવા આપી રહ્યા છે. મો. નં. ૯૦૯૯૬ ૬પ૪૩૬

(11:51 AM IST)