News of Saturday, 14th September 2024
કાલે નિવૃત્ત સનદી અધિકારી જે. કે. આસ્તિકનો જન્મદિન

રાજકોટ : ગુજરાત રેવન્યુ ટ્રિબ્યુનલમાં સભ્ય તરીકે રહી ચૂકેલા જે. કે. આસ્તિકનો જન્મ ૧૯પ૬ ના વર્ષની તા. ૧પ સપ્ટેમ્બરે થયેલ. તેઓ હાલ અમદાવાદમાં નિવૃત્ત જીવન પસાર કરી રહ્યા છે. આવતીકાલે ૬૯માં વર્ષમાં પ્રવેશ કરશે.
જે. કે. આસ્તિક અગાઉ રાજકોટમાં અધિક કલેકટર સંકલન, સૌરાષ્ટ્ર વિભાગીય નગરપાલિકા નિયામક, રૂડામાં મુખ્ય કારોબારી અધિકારી, મ્યુનિસીપલ ફાઇનાન્સ બોર્ડમાં મુખ્ય વહીવટી અધિકારી સુરેન્દ્રનગર જિલ્લા વિકાસ અધિકારી વગેરે પદ પર પ્રશંસનીય કામગીરી કરી ચૂકયા છે. તેઓ મુળ અમદાવાદ જિલ્લાના ધોળકા પંથકના વતની છે. આઇ. એ. એસ. કેડરમાંથી નિવૃત થયા બાદ સરકારે તેમની ઉત્તમ કામગીરીની કદરરૂપે મહેસુલ પંચમાં નિમણુંક આપી હતી. શુભત્વથી શોભતી તેમની કારકીર્દી વહીવટી ક્ષેત્રે પ્રેરણારૂપ ગણાય છે.
(મો. ૯૮રપ૪ ૪૪૬૧રર અમદાવાદ)
(11:41 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
