News of Saturday, 14th September 2024
ખ્યાત સાહિત્યકાર-પત્રકાર-ઇતિહાસ-સંશોધક પદ્મશ્રી ડો.વિષ્ણુ પંડ્યાનો આજે જન્મદિવસ

રાજકોટઃ ૧૪ સપ્ટેમ્બરે, માણાવદરમાં જન્મેલા, પત્રકારત્વથી પદ્મશ્રી સુધીની સિદ્ધિના શિખરે પહોંચેલા વિષ્ણુ પંડ્યાના બે ઐતિહાસિક મૂલ્ય ધરાવતા પુસ્તકો આ માહિનામાં પ્રકાશિત થઈ રહ્યા છે. જી.એમ.ડી.સી. દ્વારા હિન્દી-અંગ્રેજીમાં પ્રકાશિત ‘લંદનમે ઇંડિયન સોશ્યોલોજિસ્ટ' ગ્રંથ બે ભાગમાં આપણા મહાન ક્રાંતિકાર પંડિત શ્યામજી કળષ્ણવર્માના લંડનથી પ્રકાશિત અખબારના તમામ અંકો મુદ્રિત કરવામાં આવ્યા છે, ઉપરાંત શ્યામજીનું જીવનચરિત્ર, તેમનું વસિયત નામું, બ્રિટિશ કમિટીનો અહેવાલ વગેરે પણ તેમાં સમાવિષ્ટ કરવામાં આવ્યું છે.
એ યાદ રહે કે ૧૯૦૫માં ઇંગ્લેન્ડમાં આ અખબારે સ્વતંત્રતાનો જયઘોષ કર્યો હતો, અને અંગ્રેજોની નીતિને વ્યૂહરચનાથી પરાજિત કરીને લંડનથી પેરિસ અને ત્યાંથી જીનીવા સ્થળાંતર કરીને ૧૯૨૨ સુધી એકલા હાથે પ્રકાશન કર્યું હતું. લંડનમાં તેમના દ્વારા સ્થાપિત ઈન્ડિયા હાઉસ માં જ્વલંત ક્રાંતિકારો-બેરિસ્ટર રાણા, વીર સાવરકર, મદનલાલ ધિંગરા, લાલા હરદયાલ, મેડમ કામા -એ ક્રાંતિ-પ્રવળત્તિ કરી હતી. વિષ્ણુ પંડ્યાનું તાજેતરમાં જે બીજું પુસ્તક પ્રકાશિત થયું તે ‘ઇંદુલાલ યાજ્ઞિકની નજરે પંડિત શ્યામજી' છે. રાજકોટમાં પ્રવીણ પ્રકાશનના ગોપાલભાઈ પટેલે તે પ્રકાશિત કર્યું છે. તેમાં ૧૯૩૫માં લંડનમાં બેસીને ઇંદુલાલ યાજ્ઞિકે શ્યામજીનું જીવન ચરિત્ર અંગ્રેજીમાં લખ્યું હતું તેને સમાવી લેવામાં આવ્યું છે.
વિષ્ણુ પંડ્યાને પદ્મશ્રી સન્માન મળ્યા બાદ ગુજરાત યુનિવર્સિટીએ ડી.લિટની, માનદ ડોક્ટરેટની પદવી એનાયત કરી છે. તેમના અને તેમના સ્વર્ગસ્થ જીવનસાથી ડો. આરતી પંડયાએ સાથે મળીને ૧૫૩ પુસ્તકો લખ્યા. હવે બીજા ૫ હિન્દીમાં પ્રકાશિત થઈ રહ્યા છે. તેમનો એક કાવ્ય સંગ્રહ હિન્દી અને મરાઠીમાં પ્રકાશિત થયો તેનું વિમોચન હિન્દી સાહિત્ય ભારતીના ઉપક્રમે દિલ્હીમાં યોજાયું હતું. મધ્યપ્રદેશના રાજ્યપાલ શ્રી મંગુભાઈ પટેલે ભોપાલમાં સર્વભાષા ઉત્સવમાં તેમનું બહુમાન કર્યું હતું. એજ રીતે કાંચી કોટિના શંકરાચાર્યે કાશીમાં ,ગુજરાતી સાહિત્યમાં પ્રદાન માટે સન્માન કર્યું.
શ્રી પંડ્યા ગુજરાત સાહિત્ય અકાદમીના ૨૦૧૭થી ૨૦૨૨ સુધી અધ્યક્ષ રહ્યા ત્યારે અકાદમીને વિવિધ પ્રદેશો અને આંતરરાષ્ટ્રીય સાહિત્ય સંસ્થાઓ સાથે જોડીને સ્વર્ણિમ યુગ જેવુ કામ કર્યું હતું. અત્યારે તેઓ ગુજરાત ઇતિહાસ સંશોધન કેન્દ્ર્ના અધ્યક્ષ તેમાં જ આંતર રાષ્ટ્રીય હિન્દી સાહિત્ય ભારતી તેમ જ મોટીવેશનલ સ્ટ્રીપ્સ જેવી આંતર રાષ્ટ્રીય સાહિત્ય સંસ્થાના મુખ્ય માર્ગદર્શક તરીકે સેવા આપી રહ્યા છે. એક ઉત્તમ વક્તા અને લેખક તરીકે ગુજરાત અને ગુજરાતની બહાર તેમને માન અને આદર આપવામાં આવે છે. ગુજરાતનાં ક્રાંતિતીર્થો, આપણા અટલજીઃ સ્મળતિ, રાજનીતિ અને કવિતા', નવલકથા ‘હું, સનાતન' ,કટોકટીની સ્મળતિકથા ‘મીસવાસ્યમ' સ્વામિ વિવેકાનંદ પર નવલકથા ‘ઉત્તીષ્ઠ ગુજરાત' વગેરે તેમના પુસ્તકો અત્યંત લોકપ્રિય બન્યા છે. (મો. ૯૮૨૪૫ ૪૬૪૩૮)
(11:42 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
