<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 14th September 2024

રાજકોટ મહાજન પાંજરાપોળના ટ્રસ્‍ટી મુકેશભાઇ બાટવીયાનો કાલે જન્‍મ દિવસ

રાજકોટ તા. ૧૪ : વિતરાગ જવેલર્સવાળા અને રાજકોટ મહાજનશ્રીની પાંજરાપોળના ટ્રસ્‍ટી મુકેશભાઇ વસંતલાલ બાટવીયાનો કાલે જન્‍મ દિવસ છે. સાથો સાથ તેમના પૌત્ર રિયાંશનો દ્વીતીય જન્‍મ દિવસ છે. આ નિમિતે તેઓએ રાજકોટ તથા જામનગરના વૃધ્‍ધાશ્રમોમાંથી અંદાજીત ૨૫૧ જેટલા વૃધ્‍ધોને તેમના ઘરે બસ દ્વારા પારસ હોલ  ખાતે તેડાવી  ચા-નાસ્‍તો અને ભાવતા ભોજન કરાવ્‍યા હતા. સાંજે સંગીત સંધ્‍યા રાખી હતી. તેમના આ નવતર પ્રેરણારૂપ કાર્યને રાજકોટ મહાજન પાંજરાપોળ, અરીહંત અનુકંપા ગ્રુપ, જનસેવા ટ્રસ્‍ટ, જૈન સોશ્‍યલ ગ્રુપ, જૈન સમાજ, બાપા સીતારામ ગૌ સેવા મંડળ, એનીમલ હેલ્‍પલાઇન, જીવદયા ગ્રુપ, ચેમ્‍બર ઓફ કોમર્સ, સોની બજાર એસોસીએશન વગેરે સંસ્‍થાના આગેવાનોએ બિરદાવી મુકેશભાઇ બાટવીયા (મો.૯૮૨૪૪ ૩૯૩૩૯)ને જન્‍મ દિવસની શુભેચ્‍છા પાઠવી હતી

(2:51 PM IST)