News of Saturday, 14th September 2024
વોર્ડ નં. ૧૮ ના ભાજપ મહિલા પ્રભારી માલતીબેન ચાવડાનો કાલે જન્મ દિવસ

રાજકોટ તા. ૧૪ : ભારતીય જનતા પાર્ટી વોર્ડ નં. ૧૮ ના મહિલા મોરચાના પ્રભારી માલતીબેન ચાવડાનો કાલે તા. ૧૫ ના જન્મ દિવસ છે. શહેરની સામાજીક સેવાકીય સંસ્થાઓ સાથે સંકળાયેલા માલતીબેન જન કલ્યાણ ચેરીટેબલ ટ્રસ્ટના પ્રમુખ તરીકે, શ્યામ મહિલા મંડળમાં સંગઠનમંત્રી તરીકે, અખિલ ભારતીય ગૌરક્ષા સૌરાષ્ટ્ર ઝોનમાં સંગઠન મંત્રી તરીકે, નારી અદાલત, વિશ્વકર્મા ગ્રુપ, જિલ્લા નારી સુરક્ષા સમિતિ (રાજકોટ)ના મંત્રી તરીકે સેવા આપી રહ્યા છે. ગરીબ મધ્યમ વર્ગના બહેનોને રોજગારી મળે તેમજ વિધવા પેન્શન માટે તેઓ હંમેશા બહેનોને મદદરૂપ બનતા આવ્યા છે. તેમના મો. ૯૫૩૭૩ ૬૧૦૫૧ છે.
(2:51 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
