News of Monday, 16th September 2024
ગોંડલ ક્ષત્રિય સમાજના અગ્રણી ટીનુભા ઝાલાનો જન્મદિવસ

ગોંડલ,તા. ૧૬: સેવાકીય ક્ષેત્રે હર હંમેશ અગ્રેસર અને ક્ષત્રિય સમાજ ના યુવા અગ્રણી ટીનુભા ઝાલા નો આજે જન્મ દિવસ છે. ખુબજ હસમુખ સ્વભાવના ટિનુભા ઝાલા તેમના જન્મદિન નિમિતે અનેક સેવાકીય પ્રવળત્તિ કરી અનોખી રીતે ઉજવણી કરી રહ્યા છે દર વર્ષ ની માફક આવર્ષે પણ તેમનો જન્મદિન શહેરના વિવિધ અન્નક્ષેત્રમાં ભોજન ગૌશાળામાં ઘાસચારો અને શાળા માં અભ્યાસ કરતા ભૂલકાંઓ માટે શૈક્ષણિક કીટ અર્પણ કરી અનોખી રીતે ઉજવી ધન્યતા અનુભવે છે.
ટિનુભા ઝાલા ખુબજ શાંત અને સરળ સ્વભાવથી જાણીતા છે કોઈના દુઃખે દુઃખી તો કોઈ ના સુખે સુખી તેવા મિલનસાર સ્વભવથી તેમની ચાહના છે ટિનુભા ઝાલા બહોળો મિત્ર વર્ગ ધરાવે છે અને જરૂરિયાતમંદોની મદદ કરવી તે તેમનો જીવનમંત્ર છે ધાર્મિક અને સામાજિક ક્ષેત્રે હર હંમેશ અગ્રેસર રહી હમેશા લોકોને ઉપયોગી થવા તત્પર હોઈ છે ક્ષત્રિય સમાજ ઉપરાંત અન્ય સમાજના લોકો માટે પણ ફૂલ નહિ તો ફૂલની પાંખડી સ્વરૂપે ઉપયોગી થયા છે.
(9:56 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
