<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 17th September 2024

સંજય ચાવડા રંગાઇ ગયા રંગમાં, લોકસેવાના સંગમાં: હેપ્‍પી બર્થ ડે

ભાજપના યુવા અગ્રણીનું ૩૯માં વર્ષના પંથે પ્રયાણ

રાજકોટ : ભાજપના સામા કાંઠા વિસ્‍તાર (વોર્ડ નં. પ) ના યુવા અગ્રણી સંજય ચાવડાએ આજે તા. ૧૭ સપ્‍ટેમ્‍બરે યશસ્‍વી જીવનના ૩૯માં વર્ષના પંથે પ્રયાણ કર્યુ છે. વર્ષોથી ભાજપના રંગે રંગાયેલા છે. હાલ શહેર ટ્રાફિક સલાહકાર સમિતિના સભ્‍ય તરીકે કાર્યરત છે.

શ્રી સંજય એ. ચાવડા સંગઠન અને સેવા ક્ષેત્રે મોખરે છે. ખોડીયાર મિત્ર મંડળના માધ્‍યમથી તેઓ પરમાર્થની પ્રવૃતિનો પ્રકાશ પાથરી રહ્યા છે. તેઓ ભાજપના જાણીતા અગ્રણી ખીમજીભાઇ ટી. મકવાણાના ભાણેજ છે. નાની વયથી જ રંગાઇ ગયા રંગમાં, લોકસેવા તણા સંગમાં....

મો. ૯૮રપ૭ ૦૭૦ર૩, રાજકોટ

(12:22 PM IST)