News of Thursday, 19th September 2024
ભાવનગરના ધારાસભ્ય સેજલબેન પંડયાનો આજે જન્મદિનઃ ચતુર્વિદ સેવાના કાર્યક્રમો

(મેઘના વિપુલ હિરાણી દ્વારા) ભાવનગર તા. ૧૯ :.. ‘સેવા પરમો ધર્મ' ના સિદ્ધાંતને કાર્યનો આધાર બનાવી ભાજપના કાર્યકર્તા લોકાભિમુખ થઈ જનસેવા કરી રહ્યા છે. ભારતના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના જન્મદિનથી, ગાંધીજીના જન્મદિવસ સુધી એક પખવાડિયા સુધી સેવા પખવાડિયા અંતર્ગત સેવાના કાર્યક્રમો ઉજવાઇ રહ્યા છે.
આજે ભાવનગર પૂર્વ વિધાનસભા વિસ્તારના ધારાસભ્ય સેજલબેન રાજીવકુમાર પંડ્યાના જન્મદિન નિમિત્તે ઘોઘારોડ ખાતે બાલ યોગી નગર પાસે શ્રીમતી પી જે વિદ્યા સંકુલ તથા શ્રી લબ્ધિ સંકુલ ખાતે ચતુર્વિધ કાર્યક્રમો યોજાશે જેમાં ૧) આંગણવાડીના ૪૦ થી ૬૦ વર્ષ સુધીના બહેનો અને મોટી ઉંમરના બહેનો માટે ગુજરાત કેન્સર અને રિસર્ચ સોસાયટીના નિષ્ણાંત તબીબો દ્વારા મેમોગ્રાફી ટેસ્ટ થશે ૨) સોલ હોસ્પિટલ ના સહયોગથી આ હોસ્પિટલ ના નામાંકિત ડોકટરો દ્વારા લોકોનું તબીબી પરીક્ષણ થશે. ૩) ઘોઘાસર્કલ વોર્ડ અને ઉત્તરસદાનગર વોર્ડના નગરસેવકો ની ગ્રાન્ટ નાં સહયોગથી સોસિયાની કેસર કેરી ના કલમી આંબાના મોટા રોપા નું વિતરણ કરવામાં આવશે ૪) ઘોઘાસર્કલ વોર્ડના નગરસેવકો શ્રી પંકજસિંહ ગોહિલ, શ્રી કુલદીપભાઈ પંડ્યા ની ગ્રાન્ટમાંથી ઘોઘા સર્કલ વોર્ડના ફલેટ ધારકો અને રહીશોને ડસ્ટબીન નું વિતરણ કરવામાં આવશે.
(12:05 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
