News of Thursday, 19th September 2024
મેહુલભાઈ રવાણીનો જન્મદિવસ
અરિહંત ઇન્વેસ્ટમેન્ટના ફાઉન્ડર અને એન્કર

રાજકોટ, તા. ૧૯ : જૈનઅગ્રણી, અરીહંત ઈન્વેસ્ટમેન્ટ, જૈન સોશ્યલ ગ્રુપ રાજકોટ વેસ્ટ, ગોંડલ રોડ રાજકોટ વેસ્ટ ઉપાશ્રય, પૂ. ગુરૂદેવ પારસમુનિ મહારાજ સાહેબ દવારા સંચાલીત ભોજનાલય વગેરે સંસ્થાઓ સાથે સંકળાયેલા મેહુલભાઈ રવાણીનો આજરોજ જન્મદિવસ છે. માં અંબાને આગળ રાખી દરેક કાર્યો કરનારા મેહુલભાઈ રવાણી તથા હર્ષદભાઈ મહેતા ની જોડીએ જીવનસાથી પસંદગી અવસરનું આયોજન કરી જે તે સમયે અનેક વ્યકિતઓના જીવનમાં નવા રંગ પૂર્યા.
ઉપરાંત વડીલ વંદના સેવા અવસર, કરુણા ફાઉન્ડેશન ટ્રસ્ટ, સમર્પણ ચેરીટબલ ટ્રસ્ટ સંચાલિત ૨૨ વ્હાલુડીના વિવાહ, શ્રી જનસેવા ટ્રસ્ટ, બાપા સીતારામ ગૌ સેવા મંડળ, જીવદયા ગ્રુપ વગેરે સેવાકીય સંસ્થાઓમાં ભાવથી સેવા કરી રહ્યા છે. ખીસકોલીઓને મકાઈના ડોડા, શ્વાનોને રોટલી, કીડીયારૂ, ચણ વગેરે અર્પણ કરી અબોલ જીવોના જમણનું પણ મેહુલભાઈ રવાણી દવારા પુણ્યનું ભાથું બાંધવામાં આવી રહ્યું છે. આજે જીવદયાપ્રેમી સેવાપ્રેમી મેહુલભાઈ રવાણી (મો. ૯૮૨૫૮૮૨૫૭૯) ઉપર શુભેચ્છાવર્ષા થઈ રહી છે
(3:09 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
