<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 19th September 2024

જાદુગર-મિમિક્રી આર્ટિસ્‍ટ ઉમેશ રાવનો જન્‍મદિવસ

રાજકોટ તા.૧૯: રાજકોટના મશહુર જાદુગર-મિમિક્રી આર્ટિસ્‍ટ-ગેઈમ જોકી- ગેઇમ માસ્‍ટર-ફિલ્‍મ સ્‍ટારના અવાજ-ડાન્‍સ રજૂ કરનાર તથા ફિલ્‍મ અભિનેતા રાજકપુરની અદામા અનેક કાર્યક્રમો રજૂ કરનાર ઉમેશ રાવનો આજે જન્‍મદિવસ છે.

ઉમેશ રાવને વડીલોના આશીર્વાદ તથા મિત્રોની શુભકામનાઓથી જાદુગર-મિમિક્રી અને ગેઈમ જોકીમાં ખુબ જ નામના સાથે દેશ-વિદેશમાં લોક ચાહના મેળવી છે. ગુજરાતના બાલાશ્રમ,વળદ્ધાશ્રમ તથા ગુજરાતની અનેક જેલમાં પણ અનેક કાર્યક્રમો આપી ચુકયા છે. ખાસ કરીને ઝુંપડપટ્ટીના બાળકો તથા ગરીબ ઘરના બાળકો માટે તથા આવી  સંસ્‍થાઓમા પણ બાળકોને જાદુના પ્રોગ્રામ વિના મૂલ્‍ય રજૂ કરીને દરેકના આશીર્વાદ મેળવી રહ્યા છે. આજે ઉમેશ રાવે ૬૫ માં વર્ષમાં પ્રવેશ કરેલ છે. તેમના મોબાઈલ નંબર ૯૮રપ૭ ૯૮૬૭૦    ઉપર જન્‍મદિવસની શુભેચ્‍છા વર્ષા થઈ રહી છે.

(3:33 PM IST)