તા. ૧૧ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૨ બુધવાર
News of Monday, 23rd September 2024
ગાંધીનગર કેસરી દૈનિકના વડા સંજય પંડયાનો આજે જન્મદિવસ

જૂનાગઢ,તા. ૨૩: આકાંક્ષાઓ, ઈરાદાઓ, જૂસ્સો અને અનુભવના ભાથા સાથે ગાંધીનગર કેસરી દૈનિકના બ્યુરો ચિફ તેમજ ધ કેસરી ટાઈમ્સ ન્યુઝ ચેનલના સીઈઓ તરીકે કાર્યરત સંજય પંડયાનો આજે ૨૩/૦૯ ના રોજ જન્મદિવસ છે.
જીવનના અનેક ઉતાર ચઢાવના કપરા સમયને પાર કરીને હવે રાજ્યના પાટનગરમાં મોભાનું સ્થાન ધરાવતા સંજય પંડ્યાના જીવનમાં માનવતા-ફરજ અને પરોપકારની ભાવના અગ્રસ્થાને છે. ભારતીય જનતા પાર્ટીના મીડિયા કન્વિનર તરીકે સફળ કામગીરી બજાવીને રાજ્યભરમાં મિત્રોનો મહાસાગર ધરાવનારા સંજય પંડ્યા હાલમાં ગાંધીનગરમાં પત્રકાર આલમમાં લોકપ્રિયતા ધરાવે છે. આ ઉપરાંત સચિવાલય, બ્યુરોક્રેટ્સથી માંડીને રાજકીય દિગ્ગજોના ચહિતા સંજય પંડ્યા ન ફક્ત ગાંધીનગર પરંતુ નવી દિલ્હીમાં પણ પોતાની કામગીરીની શૈલીથી ખુબજ જાણીતા બન્યાં છે. પંડ્યા પરિવારના લાડકા સંજયભાઈ અનેક સ્વૈચ્છિક અને ધાર્મિક સામાજીક સંસ્થાઓના અડધી રાતના હોંકારા તરીકે જાણીતા છે. સંતો-મહંતો અને ધર્મગુરૂઓમાં પણ અખૂટ શ્રદ્ધા ધરાવતા સંજય પંડ્યા પત્રકારત્વ ક્ષેત્રે ટોચના સ્થાને ભૂમિકા ભજવવાની આકાંક્ષા સેવી રહ્યા છે. આજે જ્યારે તેઓ પોતાની અર્ધી સદી પૂર્ણ કરીને પોતાના પત્ની અને બે તેજસ્વી પુત્રીઓ સાથે ગાંધીનગરમાં પોતાનો જન્મદિવસ ઉજવી રહ્યા છે મો.નં. ૯૭૩૭૮૫૪૪૫૭.
(10:24 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
