<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 25th September 2024

નિવૃત અધિક રજીસ્‍ટ્રાર અશોક ખંધારનો આજે જન્‍મદિવસઃ ૭૨માં વર્ષમાં પ્રવેશ

રાજકોટઃ નિવૃત અધિક રજીસ્‍ટ્રાર (સહકારી મંડળીઓ- ગુજરાત રાજય) શ્રી અશોક ખંધારનો આજે જન્‍મદિવસ છે. તેઓ યશસ્‍વી જીવનના ૭૧ વર્ષ પૂર્ણ કરી ૭૨માં વર્ષમાં પ્રવેશ કરી રહયા છે.

તેઓ માને છે કે, તમે જે ધારો તે હાંસલ કરવા મનને મજબુત અને મક્કમ બનાવો. મનને ફીલ્‍ટર કરવા ધ્‍યાન ધરો અને નાના કષ્‍ટોને સહન કરવાની ક્ષમતા કેળવો જેથી પોઝીટીવ મન એક સાધના બની કાર્યસિધ્‍ધ કરે. સેવા એ સુખનું સરનામુ છે. બધાની વચ્‍ચે જીવતા શીખો. જીવનનો ફયુઝ ઉડે તે પહેલા જીવનનો સાચો યુઝ કરી લઇએ. જીવનને સફળ બનાવવા મૃત્‍યુને સતત સ્‍મરણમાં રાખો.

શ્રી અશોક ખંધાર રાજકોટ નાગરિક સહકારી બેંકના સ્‍ટેચ્‍યુટરી આર્બીટ્રેટર તરીકે કામ ચાલુ રાખી સહકારી પ્રવૃતિ સાથે ૪૫ વર્ષથી જોડાવાનું અને રાજકોટ સાથે કનેકટ રહેવાનું સદનસીબ પ્રાપ્‍ત કરેલ છે. તેઓના જન્‍મદિને તેઓને મો.૯૪૨૮૨ ૧૦૦૦૦ ઉપર અભિનંદન વર્ષા થઇ રહી છે.

(11:53 AM IST)